Friday, June 5, 2026
Homeરાજ્યજામનગરવોર્ડ નંબર 6માં પ્રિ-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશનર - VIDEO

વોર્ડ નંબર 6માં પ્રિ-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશનર – VIDEO

જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વોર્ડ નંબર 6માં ચાલતી પ્રિ-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ અને કામગીરીમાં કોઇ કચાશ ન રાખવા પણ અધિકારીઓને તાકિદ કરી હતી. આ તકે સ્થાનિક કોર્પોરેટરો પણ સાથે રહ્યાં હતાં.

- Advertisement -

જામનગરમાં ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. કેનાલોની સફાઇ સહિતની કામગીરી ચાલી રહી છે. જેને લઇ વોર્ડ નંબર 6માં જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે અધિકારીઓ પાસેથી કામગીરીની માહિતી મેળવી હતી અને કામગીરીમાં કોઇ કચાશ ન રહે તે માટે પણ સૂચના આપી હતી. કમિશનરની મુલાકાત દરમ્યાન વોર્ડ નંબરના કોર્પોરેટર જશુબા ઝાલા સહિતના હાજર રહ્યાં હતાં.

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular