કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં રહેતો યુવક પવનચક્કીના લોકેશન પર કામ કરતો હોય દરમ્યાન તેને વીજશોક લાગતાં હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયું હતું.

આ બનાવની મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા ભાવેશભાઈ સવજીભાઈ ડાભી (ઉ.વ. 22) નામનો યુવાન ગત તા. 24 ના રોજ નજીકના રણજીતપર ગામે આવેલા પવનચક્કીના ચોક્કસ લોકેશન નંબર પર ટ્રાન્સમિશનમાં કામ કરતો હતો. ત્યારે અચાનક તેમના ડાબા હાથમાં જોરદાર વીજ કરંટ લાગતા તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા સવજીભાઇની જાણના આધારે પોલીસે આગળની કાર્યવાહી આદરી હતી.


