Monday, June 29, 2026
Homeરાજ્યહાલારપીપરટોડાની સીમમાંથી મોરમ ચોરી સ્થળે પોલીસનો દરોડો

પીપરટોડાની સીમમાંથી મોરમ ચોરી સ્થળે પોલીસનો દરોડો

લાલપુર તાલુકાના પીપરટોડા ગામના સીમ વિસ્તારમાં આવેલા સરકારી ખરાબામાં ગેરકાયદેસર મોરમ ચોરી કરાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન રૂા. 88 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ રેઇડની વિગત મુજબ લાલપુર તાલુકાના પીપરટોડા ગામની સીમમાં આવેલી વગડિયા સીમમાં સરકારી ખરાબામાં મોરમ ચોરી થતી હોવાની હે.કો. ટી. બી. જાડેજા, પો.કો. પ્રવીણભાઇ બૈડિયાવદરા અને દિવ્યેશભાઇ ભીભાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે. એલ. ગળચર, પીએસઆઇ એસ. પી. ગોહિલ, હે.કો. ટી. બી. જાડેજા, પો.કો. પ્રવીણભાઇ બૈડિયાવદરા અને દિવ્યેશભાઇ ભીભા સહિતના સ્ટાફ તથા ખાણ ખનિજ વિભાગની ટીમે રેઇડ દરમ્યાન મોરમ ચોરી કરતાં બે જેસીબી અને ચાર ટ્રેકટર ટ્રોલી સહિતનો રૂા. 88 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular