Monday, June 29, 2026
Homeરાજ્યહાલારટ્રક ટેઇલરે ઠોકર મારતા બોલેરોમાં સવાર શ્રમિકનું મોત

ટ્રક ટેઇલરે ઠોકર મારતા બોલેરોમાં સવાર શ્રમિકનું મોત

કાલાવડ-જામનગર રોડ ઉપર ખંઢેરા ગામ પાસેથી પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા ટ્રક-ટેઇલરે બોલેરો પીકઅપ વાનને ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના હર્ષદપુર ગામમાં રહેતાં નાજાભાઇ લાલાભાઇ બાંભવા નામના યુવાન શનિવારે વહેલી સવારના સમયે કાલાવડ-જામનગર રોડ ઉપર વરૂડી માતાજીના પાટિયા અને ખંઢેરા ગામ વચ્ચેના રોડ પર બોલેરો પીકઅપ વાનમાં જઇ રહ્યાં હતાં. તે દરમિયાન પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા જીજે06 એએક્સ 2436 અને એચઆર55 ક્યુ 9535 નંબરના ટ્રક ટેઇલરે બોલેરો પીકઅપ વાનને ઠોકરે ચઢાવી હડફેટ લેતાં અકસ્માતમાં નાજાભાઇ બાંભવાને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રકચાલક પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં યુવાનનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ લાખાભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ સી. બી. રાંકજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular