Monday, June 29, 2026
Homeરાજ્યહાલારખંભાળિાયાં પંજાબના યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો

ખંભાળિાયાં પંજાબના યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો

મૂળ પંજાબના અને હાલ ખંભાળિયામાં આવલી ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનને એકાએક છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલે સારવાર માટે ખસેડાતા ફરજ પરના તબીબોએ તેનું મોત નિપજયાનું જાહેર કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની મળતી વિગત મુજબ પંજાબ રાજ્યના હોશિયારપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા નજીકની આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતા જશવીરસિંઘ ચુનીલાલસિંઘ (ઉ.વ. 49) નામના યુવાનને તેમના કામના સ્થળે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપાડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું હાર્ટએટેકના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું હતું. આ અંગેની જાણ જીતસિંહ શેરસિંઘએ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular