કલ્યાણપુર નજીક દ્વારકા-પોરબંદર હાઇવે પર પુરઝડપે અને બેફિકરાઇથી આવી રહેલી ફોર વ્હીલરના ચાલકે ગાયને હડફેટ લેતાં તેનું મોત નિપજયું હતું.

આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા ભરતભાઈ લાખાભાઈ બાબરીયાની માલિકીની રૂ. 25,000ની કિંમતની ગાયને દ્વારકા-પોરબંદર નેશનલ હાઈવે પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે05 આરએ 9842 નંબરના ફોર વ્હિલરના ચાલકે હડફેટે લઇ ઠોકરે લેતાં ગાયનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ભરતભાઈ બાબરિયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ફોર વ્હિલર વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.


