Friday, June 5, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મહિલાની અગમ્ય કારણસર આત્મહત્યા

જામનગરમાં મહિલાની અગમ્ય કારણસર આત્મહત્યા

જામનગર શહેરના ન્યુ. ઇંદીરા કોલોની વિસ્તારમાં રહેતા મહિલાએ તેણીના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ખેતીવાડી સામે આવેલા ન્યુ.ઇંદીરા કોલોની શેરી નં.14માં રહેતા હંસાબેન મનસુખભાઇ ગોહિલ (ઉ.વ.43) નામના ઘરકામ કરતા મહિલાએ ગુરૂવારે રાત્રીના સમયે તેણીના ઘરે અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે મનસુખભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. ડી.એન. ત્રિવેદી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular