Friday, June 5, 2026
Homeરાજ્યહાલારદારૂ પીવાના પિતાના ઠપકાનું લાગી આવતા પુત્રનો આપઘાત

દારૂ પીવાના પિતાના ઠપકાનું લાગી આવતા પુત્રનો આપઘાત

ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા યુવાનને તેના પિતા દ્વારા દારૂ પીવા અંગે ઠપકો આપ્યાનું મનમાં લાગી આવતા યુવાને તેની વાડીએ ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ધ્રોલ તાલુકાન લતીપર ગામમાં રહેતા ભાર્ગવ ભાણજીભાઇ તાલપરા (ઉ.વ.25) નામના યુવાનને દારૂ પીવાની કૂટેવ હોવાથી ફેફસા તથા કીડનીમાં તકલીફ થતાં તેની સારવાર ચાલુ હતી. તેમ છતાં યુવાન દારૂ પીને ઘરે આવતા તેના પિતા ભાણજીભાઇએ દારૂ પીવાની બાબતે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતા ગુરૂવારે સવારના સમયે ભાર્ગવે તેના ખેતરે જઇ ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હે.કો. જે.કે. દલસાણીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular