પાકિસ્તાનમાં ટ્રેનનું અપહરણ કરીને 182 મુસાફરોને બંધક બનાવાયા છે. ત્યારે આ ઘટના પાછળ બીએલએ એલટે કે, બલુચ લિબરેશન આર્મીનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બલુચ લિબરેશન આર્મી સંગઠને દાવો કર્યો છે કે, તેમણે બોલાનમાં કવેટાથી પેશાવર જઇ રહેલી જાફર એક્સપ્રેસનું હાઇજેક કર્યું છે અને 182 લોકો તેમને કસ્ટડીમાં છે.

આ પહેલીવાર નથી જ્યારે બીએલએએ પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકયું હોય, આ પહેલા પણ બીએલએ પાકિસ્તાનમાં ઘણા હુમલા કરી ચૂક્યું છે. ત્યારે આ બીએલએ છે. કોણ. બ્લુચ લિબરેશન આર્મી એક બળવાખોર અને સશસ્ત્ર અલગતાવાદી સંગઠન છે. જે લાંબા સમયથી પાકિસ્તાનના બલુચિસ્તાન ક્ષેત્રમાં સક્રિય છે. અફઘાનિસ્તાનની સરહદે આવેલા આ પ્રાંતના લોકો માને છે કે, તેમને સંશાધનોનો લાભ મળી રહ્યો નથી. બલુચિસ્તાનની સ્વતંત્રતા અને તેના સંશાધનો પર બલુચ લોકોના અધિકારો સ્થાપિત થઇ શકે છે. તેને એક આતંકવાદી સંગઠન માનવામાં આવે છે અને તે મુખ્યત્વે પાકિસ્તાની સૈન્ય, સરકારી મથકો અને ચીની રોકાણ પ્રોજેકટસ પર હુમલો કરે છે. પાકિસ્તાનને 2006માં જે બીએલએને આતંકવાદી જૂથ જાહેર કર્યું હતું. આ ઉપરાંત બ્લુચ રિપબ્લિકન આર્મી અને લશ્કર એક બલુચિસ્તાન જેવા ઘણા જુથો છે. જે બલુચિસ્તાનની સ્વતંત્રતાની માગ કરી રહ્યા છે.
1947માં જ્યારે પાકિસ્તાનની રચના થઇ ત્યારે બલુચીસ્તાન એક સ્વતંત્ર રાજ્ય હતું પરંતુ 1948માં પાકિસ્તાને તેને બળજબરી પોતાનામાં ભેળવી લીધું ત્યાંના લોકો તેમની રાજકીય અને સાંસ્કૃત્તિક ઓળખ માટે સંઘર્ષ કરી રહ્યા હતાં. 1970ના દાયકામાં બલુચ રાષ્ટ્રવાદીઓએ પાકિસ્તાનથી અલગ થવાના પ્રયાસો કર્યા એવું કહેવાય છે કે, બલુચ લિબરેશન આર્મીની સ્થાપતા બલુચ નેતા મીર હબતખાન મારી અને તેના પુત્ર નવાબ ખૈર બખ્શ મારી દ્વારા 1970માં પાકિસ્તાની સેના દ્વારા જુલમનો સામનો કર્યા બાદ કરવામાં આવી હતી.
2000થી બીએલએએ પાકિસ્તાન પર શ્રેણીબધ્ધ રીતે મોટા પ્રહારો કર્યા છે. તે પાકિસ્તાન અને ચીનના સંબંધમાં તણાવનું કારણ પર બને છે. 2015, 2018, 2019, 2021, 2022, 2023, 2024 અને હવે 2025માં કવેટાથી પેશાવર જઇ રહેલી ઝફર એકસપ્રેસનું અપહરણ કરી 182 લોકોને બંદક બનાવાયા હતાં. આમ 2000થી લઇને 2025 સુધીમાં બીએલએએ જાણે પાકિસ્તાનની નાકમાં દમ લેવડાવી દીધો છે.