Sunday, May 31, 2026
Homeવિડિઓદ્વારકામાં પુરુષોત્તમ માસની પૂનમે ઉમટ્યો ભક્તિસાગર - VIDEO

દ્વારકામાં પુરુષોત્તમ માસની પૂનમે ઉમટ્યો ભક્તિસાગર – VIDEO

વહેલી સવારથી દર્શનાર્થીઓની ભારે ભીડ

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં પુરુષોત્તમ માસની પૂનમ, રવિવારની રજા તેમજ ઉનાળુ વેકેશનનો સમય એકસાથે આવતાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દેશના વિવિધ રાજ્યો તેમજ ગુજરાતના અનેક શહેરોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા પહોંચ્યા હતા.

- Advertisement -
 
વહેલી સવારથી જ જગત મંદિર ખાતે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. મંગળા આરતી અને વિશેષ પૂજા-અર્ચનામાં ભાગ લેવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર, ગોમતીઘાટ, સ્વર્ગદ્વાર સહિતના વિસ્તારોમાં દિવસભર ભક્તોની અવરજવર યથાવત રહી હતી.
પુરુષોત્તમ માસની પૂનમનું ધાર્મિક મહત્વ હોવાથી અનેક શ્રદ્ધાળુઓએ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો હતો. રવિવારની રજા અને વેકેશનના કારણે પરિવાર સાથે આવેલા પ્રવાસીઓની સંખ્યા પણ નોંધપાત્ર રહી હતી.
 

ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી મંદિર તંત્ર, પોલીસ વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. દર્શન વ્યવસ્થા સુચારુ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો હતો.

- Advertisement -

દિવસભર દ્વારકાનાં માર્ગો, બજારો અને ધાર્મિક સ્થળો ભક્તિમય વાતાવરણથી છલકાતા રહ્યા હતા અને પૂનમ નિમિત્તે દ્વારકામાં આધ્યાત્મિક ઉલ્લાસનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular