Monday, June 1, 2026
Homeરાજ્યહાલારદ્વારકા શારદાપીઠમાં જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું આગમન

દ્વારકા શારદાપીઠમાં જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું આગમન

ભક્તોને દર્શન માટે નિર્ધારિત સમય જાહેર

પશ્ચિમામ્નાય અનંત વિભૂષિત સ્વામી સદાનંદ સરસ્વતી દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું આજે સોમવારના રોજ સાંજે 5 વાગ્યે દ્વારકામાં શારદાપીઠ, શંકરાચાર્ય મઠ ખાતે આગમન થનાર છે.

- Advertisement -

શારદાપીઠ પરિવાર દ્વારા પૂજ્ય શંકરાચાર્ય મહારાજના આગમનને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મહારાજના આગમન પ્રસંગે શ્રદ્ધાળુઓ, સંત-મહંતો તેમજ ધર્મપ્રેમીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આશીર્વાદ પ્રાપ્ત કરશે.

ભક્તજનોને મહારાજ ના દર્શન તથા આશીર્વાદનો લાભ મળી રહે તે માટે દર્શનનો સમય પણ જાહેર કરવામાં આવ્યો છે. દર્શન માટે સવારે 10 થી 12 તથા સાંજે 6 થી 8 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

- Advertisement -

શારદાપીઠ તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને દર્શન સમય દરમિયાન ઉપસ્થિત રહી પૂજ્ય જગદગુરૂ શંકરાચાર્ય મહારાજના દર્શન, વંદન અને આશીર્વાદનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular