
જામનગર મહાનગર પાલિકાની ખાસ સામાન્ય સાધારણ સભા આજે બુધવારે સવારે 11-30 કલાકે ટાઉનહોલમાં મેયરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. 12 કર્મચારીઓ દ્વારા મહાનગર પાલિકા વિસ્તારમાં નગર પાલિકા શિક્ષણ સમિતિ દ્વારા નિમણૂક પામેલ ફૂલ ટાઈમ ચોકીદાર-કમ-પટાવાળા દ્વારા હાઇકોર્ટ માં અલગ અલગ રીટપીટીશન દાખલ કરેલ તેના હુકમ મુજબ તેઓને ટર્મીનલ બેનીફીટ આપવા માટેની દરખાસ્ત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિમણૂક પામેલ પટાવાળાને નિયમિત કરવા સંબંધે ઓધ્યોગીક અદાલતના હુકમ સામે સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં કરેલ પેન્ડીંગ અપીલ દરમિયાન વિવાદનું સમાધાન કરવા નો એજન્ડા, ઉંળભ હદ વિસ્તારમાં રે.સ. નંબર 277 તેમજ વિભાપર ગામના સર્વે નંબરો તથા રંગમતિ નદી ઉપર બ્રીજ બનાવવા માટે હિરેનભાઈ રામદેવભાઈ ડેરની રજૂઆત અન્વયે તેઓને સ્વખર્ચે પુલ બનાવવા માટેની દરખાસ્ત તેમજ કામચલાવ પુન:રચના, નગરરચના નંબર (21) જામનગરમાં સમાવિષ્ટ સમુચિત સત્તા મંડળને ફાળવાયેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટીપી રસ્તાની દરખાસ્તને પરામર્શ આપવાની દરખાસ્ત ઉપરાંત નગરરચના નંબર 23 ની દરખાસ્ત પણ મંજુરી માટે રજૂ થઇ હતી જે તમામ એજન્ડા મંજૂર થયા છે. જામનગર મહાપાલિકામાં કર્મચારીઓની ભરતી સંબંધે પણ વડોદરાની પોલીસી મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતો. જે અનુસાર જેટલી જગ્યા ભરવાની થાય છે તે પૈકીની પ0 ટકા જગ્યા હાલમાં જેઓ કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરે છે તેવા કર્મચારીઓ માટે અનામત રહેશે. જયારે બાકીની પ0 ટકા જગ્યા અન્ય ઉમેદવારો માટે રાખવામાં આવશે. આ ભરતી માટે સરકાર દ્વારા પરીક્ષા લેવામાં આવશે જો કે, બન્ને કેટેગરી માટે પ્રશ્ર્ન પત્ર કોમન રહેશે. પરંતુ મેરીટ લીસ્ટ અલગ-અલગ બનાવવામાં આવશે.