દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા અરબી સમુદ્રમાં બે શીપ અથડાતા અકસ્માતમાં સુરક્ષા એજન્સીની ટીમોએ બન્ને જહાજોના 33 ક્રૂ મેમ્બરોએ બચાવી લઇ પ્રદૂષણ ન ફેલાય તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં અરબી સમુદ્રમાં એક વિદેશી અને એક ભારતીય શિપ ગત રાત્રિના 9 વાગ્યાના અરસામાં સમયે અથડાતા અકસ્માત થયો હતો. જોરદાર ટકકરને કારણે બન્ને શીપોમાં નુકસાન થયું હોવાની શકયતા છે. આ ઘટનાની જાણ થતા ભારતીય સુરક્ષા એજન્સી કોસ્ટગાર્ડની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી જઈ બન્ને શિપમાં રહેલાં 43 ક્રૂ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યાં હતાં. જેમાં એમ.વી. માય એટલાન્ટિક ગે્રસ નામના શિપમાં 21 ભારતીય ક્રૂ મેમ્બરો હતાં જ્યારે ફિલિપાઈન્સના માય એવીએટર શિપમાં 22 ફિલીપાઈન્સ ક્રૂ મેમ્બરો હતાં આમ બન્ને શીપના મળીને કુલ 43 શિપ મેમ્બરોને બચાવી લેવાયા હતાં. તેમજ સુરક્ષા એજન્સી દ્વારા શિપમાંથી ઓઇલ, સમુદ્રમાં ન ઢોળાય અને પ્રદૂષણ ન થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.