જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક નજીક દવા બજાર કોલોનીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સાત મહિલા સહિત 10 શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.14,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના ગુલાબનગર હુશેની ચોકમાં જાહેરમાં વર્લીના આંકડા લખી પૈસાની હારજીત કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક નજીક આવેલી દવાબજાર કોલોની શેરી નં.1 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈર દરમિયાન ભૂપતસિંહ મુરુભા જાડેજા, કારુભા માનસંગ જાડેજા, મહિપતસિંહ મુળુજી જાડેજા અને સાત મહિલાઓ સહિત કુલ 10 શખ્સોને રૂા.14,500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના ગુલાબનગર હુશેની ચોક વિસ્તારમાં જાહેરમાં વર્લીના આંકડા લખી પૈસાની હારજીત થતી હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન અહેમદ અબ્દુલ ચગદા નામના શખ્સને રૂા.430 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.