જામનગર શહેરમાં તંબોલી માર્કેટ નજીક ટ્રકે ઇલેકટ્રીક થાંભલાને ઠોકર મારતાં આ વિસ્તારમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. જેને લઇ વિસ્તારના રહેવાસીઓ એકઠા થઇ ગયા હતાં અને લોકોમાં ટ્રાન્સપોર્ટ કંપની સામે આક્રોશ છવાયો હતો. આ ઘટનાની પીજીવીસીએલને જાણ કરાતાં પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે વિજ પુરવઠો પુન: કાર્યરત કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગરના તંબોલી માર્કેટ પાસે આવેલ પશુ દવાખાના પાસે બાબુ ટ્રાન્સપોર્ટના ટ્રકે ઇલેકટ્રીક થાંભલાને ઠોકર મારતા ઇલેકટ્રીક થાંભલો ટ્રક ઉપર ધરાશાયી થયો હતો. ઇલેકટ્રીક થાંભલો ધરાશાયી થતાં આ વિસ્તારમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. વિજળી ગુલ થતાં સ્થાનિક રહેવાસીઓ એકઠા થઇ ગયા હતાં અને લોકોમાં ટ્રાન્સપોર્ટ સંચાલક સામે આક્રોશ છવાયો હતો. આ અંગે પીજીવીસીએલ કંપનીને જાણ કરવામાં આવતાં પીજીવીસીએલ કંપનીની ટીમ આ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી વિજ પુરવઠો પુન: કાર્યરત કરવા કામગીરી હાથ ધરી હતી. આ બનાવના પગલે સ્થાનિક લોકોના ટોળામાં ઉમટી પડયા હતાં.