Sunday, October 13, 2024
Homeઆંતરરાષ્ટ્રીયરૂા.138 કરોડમાં વેચાયો આ ચલણી સિક્કો!

રૂા.138 કરોડમાં વેચાયો આ ચલણી સિક્કો!

- Advertisement -

અમેરિકાના ન્યૂયોર્કમાં 20 ડોલરનો એક સિક્કો હતો જેની બોલી લગાવવામાં આવી અને તે બોલી એટલી ઊંચી બોલાઈ કે લોકો આશ્ચર્યચકિત રહી ગયા. આ સોનાના સિક્કાની રૂ. 138 કરોડ જેટલી ઊંચી બોલી લગાવવામાં આવી હતી. તે સિવાય એક દુર્લભ ટિકીટ પણ 60 કરોડમાં નિલામ થઇ હતી.

- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ આ સોનાનો સિક્કો 1933માં બનાવવામાં આવ્યો હતો જેની બંને તરફ ઇગલની આકૃતિ હતી. એક તરફ ઉડતી ઇગલ અને બીજી તરફ લિબર્ટીની આકૃતિ છે. આ સિક્કો શૂ ડિઝાઇનર અને કલેક્ટર સ્ટુઅર્ટ વીટ્સમેન દ્વારા વેચવામાં આવ્યો હતો. જો કે આ સિક્કો કોણે અને શા માટે ખરીદ્યો તેને લઇને કોઇ ખુલાસો કરાયો નથી. 

આ સિક્કાને લઇને સંભાવના હતી કે 73 કરોડથી લઇને 100 કરોડ રૂપિયા સુધીમાં વેચાશે પરંતુ જ્યારે બોલી શરૂ થઇ ત્યારે આ સિક્કો 138 કરોડમાં વેચાયો અને તેને જોઇને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular