Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયકોરોના ઇફેકટ : મે માં પેસેન્જર વાહનોના વેચાણમાં 66 ટકાનો ઘટાડો

કોરોના ઇફેકટ : મે માં પેસેન્જર વાહનોના વેચાણમાં 66 ટકાનો ઘટાડો

- Advertisement -

પેસેન્જર વ્હિકલનું વેચાણ એપ્રિલની તુલનામાં 66 ટકા ઘટીને 88,045 યુનિટ રહી ગયું છે, તેનું કારણ કોવિડ-19ની બીજી લહેર વચ્ચે વિવિધ રાજ્યોમાં લોકડાઉનનાં કારણે ડીલરોને પણ સપ્લાય મળવામાં મુશ્કેલી થઇ, વ્હીકલ મેન્યુફેક્ચરરર્સ નાં સંગઠન (SIAM) નાં આંકડા દ્વારા આ માહિતી મળે છે, આ વર્ષે એપ્રિલમાં પેસેન્જર વાહનોનું વેચાણ 2,61,633 યુનિટ રહ્યું હતું.

- Advertisement -

SIAMનાં આંકડા પ્રમાણે ડીલરોને ટુ વ્હીલર  સપ્લાય 65 ટકા ઘટીને 3,52,717 યુનિટ રહી ગઇ, જે એપ્રિલમાં 9,95,097 યુનિટ રહી હતી, મોટરસાયકલોનું વેચાણ 56 ટકા ઘટીને 2,95,257 યુનિટ રહી ગયું.

એપ્રિલમાં 6,67,841 મોટર સાયકલોનું વેચાણ થયું હતું, આ જ પ્રકારે મે મહિનામાં સ્કુટર વેચાણ 83 ટકા ઘટીને  50,294 યુનિટ ઘટીને 3,00,462 યુનિટ રહ્યું હતું, થ્રી વ્હીલર્સનું વેચાણ 3,728 યુનિટથી ઘટીને 1,251 યુનિટ રહી ગયું. 

- Advertisement -

વિવિધ કેટેગરીમાં વાહનોનું વેચાણ મેમાં 65 ટકા ઘટીને 4,42,013 યુનિટ રહી ગયું, જે એપ્રિલમાં 12,70,458 રહ્યું હતું, નિષ્ણાતોનાં મતે વિવિધ રાજ્યોમાં લોકડાઉન લગાવવામાં આન્યું હતું, જેના પગલે મે મહિનામાં વેચાણને અસર થઇ. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular