આજકાલ વેડિંગ સેરેમનીને ખૂબ જ ધામધૂમપૂર્વક યાદગાર બનાવીને ઉજવવામાં આવી રહ્યાં છે. દરેક નાનામાં નાની રસમને થીમ આપીને ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. ત્યારે હલ્દી, મહેંદી, સંગીત સંઘ્યા, રીસેપ્શન વગેરે થીમો આકર્ષક હોય છે. તો વળી કયાંક કયાંક પૂલ પાર્ટી થીમ પણ ખૂબ જ રોમાંચિત હોય છે. ત્યારે દુલ્હા – દુલ્હનનો એક એવો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. જેમાં દુલ્હન હલ્દીના ફંકશનમાં જુદાં જ ગેટઅપ સાથે એન્ટ્રી કરે છે. જેને જોઇને વરરાજો પણ કનફયુઝ થઇ જાય છે.
View this post on Instagram
સામાન્ય રીતે કોઇપણ મેરેજ ફંકશનમાં દુલ્હા-દુલ્હનની જુદી જુદી રીતે શાનદાર એન્ટ્રી તમે સૌએ નિહાળી જ હશે. કયાંક ડોલીમાં સવાર, કયાંક આજુબાજુવાળા સગાંસંબંધીઓને લાઇનો વચ્ચે ફૂલ પર પગલાં પાડીને, કયારેક નાચતા નાચતા તો કયારેક મિત્રો દ્વારા ખભ્ભા પર બેસાડીને એમ જુદી જુદી ઘણી રીતે ફંકશનમાં એન્ટ્રી થતી હોય છે. ત્યારે અહીં આ વિડિયોમાં થીમ સાથે એન્ટ્રી કરે છે. એટલે કે ડાયનોસોર તરીકેના સેટઅપમાં એન્ટ્રી કરે છે. જેને જોઇને વરરાજો પણ ખૂબ જ આશ્ર્ચર્યમાં પડી જાય છે.
ઇન્સ્ટાગ્રામના malkeetshergill નામના એકાઉન્ટ પરથી આ વિડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં આપ જોઇ શકો છો કે, દુલ્હન ડાયનાસોરના પોશાકમાં હલ્દી ફંકશનમાં પ્રવેશ કરે છે. શરૂઆતમાં વરરાજા આ જોઇને આશ્ચર્યચકિત થઇ જાય છે. પણ બીજી જ ક્ષણે તેને ખ્યાલ આવે છે કે, આ બીજું કોઇ નહીં પણ તેની થનાર દુલ્હન જ છે. ત્યારબાદ બન્ને હાથ પકડીને નાચવા લાગે છે. ત્યારબાદ થોડીવાર દુલ્હન આ પોશાકમાંથી બહાર આવે છે. આ દ્રશ્યો કોમન ફ:કશન કરતાં કઇંક જુદા જ હતાં. જે દરેકની સ્મૃતિમાં કેદ થઇ જાય તેમ છે ત્યારે લોકો કહી રહ્યાં છે કે, વાહ… આવી એન્ટ્રી તો કયારેય નથી જોઇ.