સામાન્ય રીતે આજના સમયમાં હવે કેન્સર ખૂબ જ સામાન્ય બની ગયું છે. પહેલાં ખુબ ઓછા પ્રમાણમાં કેન્સરના કેસો જોવા મળતા. જ્યારે હવે ખુબ વધારે પ્રમાણમાં કેન્સર જોવા મળે છે. સામાન્ય રીતે મહિલાઓ પર અનેક પ્રકારની જવાબદારીઓ હોય છે. તેમને નાનપણથી લઇને વૃઘ્ધાવસ્થા સુધીમાં શરીરમાં ઘણાં ફેરફારો થતાં હોય છે. ત્યારે છેલ્લા કેટલાંક વર્ષોથી મહિલાઓમાં પણ કેન્સરનું પ્રમાણ વઘ્યું છે. કેન્સરના કારણે દર વર્ષે લાખ્ખો મહિલાઓ જીવ ગૂમાવે છે. ત્યારે મહિલાઓએ જાગૃત રહેવાની જરૂર છે. ત્યારે આયુવેર્દિક દુનિયાના અમન ચુડાસમા આપણને મહિલાઓમાં જોવા મળતાં પાંચ કેન્સર વિષે જણાવે છે.

કેન્સરની વાત આવે તો નાનકડી બેદરકારી પણ મહિલાઓના જીવન પર જોખમ ઉભું કરી શકે છે. ત્યારે ચાલો આ કેન્સર વિષે જાણીએ.
બ્રેસ્ટ કેન્સર :-
મહિલાઓને થતાં સૌથી કોમન કેન્સરમાં સૌથી પહેલાં બ્રેસ્ટ કેન્સર આવે છે. આ કેન્સર કોઇપણ ઉંમરની મહિલાઓને થઇ શકે છે. પરંતુ વધતી ઉંમરે બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. ખાસ કરીને પરિવારમાં જો કોઇને પહેલાં આ કેન્સર થયું હોય તો તેનું જોખમ અનેકગણું વધી જાય છે.
સર્વાઇકલ કેન્સર :-
સર્વાઇકલ કેન્સર મહિલાઓને થતું બીજું સૌથી કોમન કેન્સર છે. આ કેન્સર એચપીવી વાયરસના કારણે થાય છે. આ કેન્સરથી બચવું હોય તો એચપીવી વાઇરસની વેકસિન લગાવવી જરૂરી છે. સાથે જ સવા બે વર્ષની ઉંમર પછી સમયાંતરે પેપટેસ્ટ કરાવતાં રહેવું જેથી સરવાઇકલ કેન્સરને તેના અરલી સ્ટેજમાં જ ડિટેક્ટ કરી શકાય.
ઓવેરિયન કેન્સર :-
આ કેન્સર મોટી ઉંમરની મહિલાઓને થતું કોમન કેન્સર છે. ખાસ કરીને જે મહિલા કયારેય માઁ નથી બની હોતી અને તેની ફર્ટિલિટીની સમસ્યા રહેતી હોયતેન આ કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. આ સિવાય જે મહિલા 30 વર્ષની ઉંમર પછી માતા બને છે તેને આ કેન્સર થવાનું રિસ્ક વધી જાય છે.
એન્ડોમેટ્ટીઅલ કેન્સર :-
તેને ગર્ભાશયનું કેન્સર પણ કહેવાય છે. આ કેન્સર સામાન્ય રીતે પપ વર્ષ કે તેનાથી વધારે ઉંમરની મહિલાઓને થાય છે. માસિક વિના રક્તસ્ત્રાવ થવો. વધારે રક્તસ્ત્રાવ થવો આ કેન્સરના લક્ષણ છે. જે મહિલાને પીસીઓએસની હિસ્ટ્રી હોય તેન આ કેન્સરનું જોખમ વધુ રહેલું છે.
કોલોન કેન્સર :-
50 વર્ષથી વધુની વયમાં કોલન કેન્સર સૌથી વધુ જોવા મળે છે. જો પરિવારમાં આ બિમારી કોઇને હોય તો તમને પણ આ બિમારી થવાનું જોખમ વધી જાય છે. વધારે વજન, વધારે ફેટવાળું ભોજન કરતા હોય તેમજ ફિઝિકલી એક્ટિવ ન હોય અને વ્યસન હોય તેને આ કેન્સર થવાનું જોખમ વધુ હોય છે.
આમ, મહિલાઓએ તમામ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે. થોડાં સમયાંતરે ચેકઅપ કરાવવું જરૂરી છે. કયારેક કોઇ લક્ષણ જણાય ત્યારે તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઇએ.
(અસ્વીકરણ : સલાહ સહિતની સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે તબિબિ અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)