Wednesday, June 10, 2026
HomeવિડિઓViral Videoસોશિયલ મીડિયા પર વાયરલ થયો ભારતીય 'જુગાડ'નો ભારે રમુજી વીડિયો: ટ્રેનનો દરવાજો...

સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભારતીય ‘જુગાડ’નો ભારે રમુજી વીડિયો: ટ્રેનનો દરવાજો નાનો ને બોક્સ મોટું! – VIRAL VIDEO

જુગાડ ફેલ! ટ્રેનમાં મોટું બોક્સ ચડાવવા આખોયે સ્ટેશનનો સ્ટાફ મથ્યો, આખરે મહિલાએ જે કર્યું તે જોઈ નેટીઝન્સ પણ ચોંકી ગયા સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભારતીય રેલ્વેનો અનોખો વીડિયો ભારતીય રેલ્વે અને મુસાફરોને લગતા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ક્યારેક ટ્રેનની અંદર કોઈ રીલ બનાવતું જોવા મળે છે, તો ક્યારેક મુસાફરોની અનોખી શૈલી ચર્ચાનો વિષય બને છે. ભારતીય ટ્રેનની મુસાફરી દરમિયાન બનતી આવી અનેક રસપ્રદ ઘટનાઓ ઇન્ટરનેટ યુઝર્સને ભરપૂર મનોરંજન પૂરું પાડે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવો જ એક ભારે રમુજી અને આશ્ચર્ય પમાડે તેવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -

બોક્સ મોટું અને દરવાજો નાનો: ભારે મથામણનું દ્રશ્ય
વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે રેલ્વે સ્ટેશન પર એક પેસેન્જર ટ્રેન ઉભી છે, જેના દરવાજા પાસે લોકોનું મોટું ટોળું એકઠું થયું છે. આ લોકો પાસે એક વિશાળ અને ભારે બોક્સ છે, જેને તેઓ કોઈપણ ભોગે ટ્રેનના ડબ્બાની અંદર લોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શરૂઆતમાં લાગ્યું કે થોડી જ મહેનતમાં બોક્સ અંદર જતું રહેશે, પરંતુ બોક્સનું કદ ટ્રેનના દરવાજા કરતાં ઘણું મોટું હોવાને કારણે મુસાફરોની મુશ્કેલી વધી ગઈ હતી.

- Advertisement -

લોકો મથ્યા પણ ‘જુગાડ’ ન ચાલ્યો
વીડિયોમાં લોકો જુદા જુદા એંગલથી બોક્સને અંદર ધકેલવાનો પ્રયાસ કરતા દેખાય છે. કોઈ તેને આડું કરે છે, તો કોઈ તેને નમાવીને ફિટ કરવાનો પ્રયત્ન કરે છે. પ્લેટફોર્મ પર હાજર અન્ય લોકો પણ ભારે જિજ્ઞાસાથી આ આખી ઘટના જોઈ રહ્યા છે. વારંવાર નિષ્ફળ જવા છતાં લોકો હિંમત હારતા નથી અને આખું જોર લગાવી દે છે, પરંતુ બોક્સ દરવાજામાં જ અટવાયેલું રહે છે.

મહિલાની હિંમતે જીતી લીધું સોશિયલ મીડિયા
જ્યારે તમામ પ્રયાસો અને આયોજનો નિષ્ફળ ગયા. બધી મથામણ પછી, આખરે એક મહિલા આગળ આવે છે અને તે ભારેખમ બોક્સને પોતાના માથા પર ઉપાડીને ટ્રેનની અંદર લઈ જતી જોવા મળે છે. મહિલાની આ હિંમત અને તાકાત જોઈને ત્યાં ઉભેલા લોકો પણ દંગ રહી ગયા હતા.

- Advertisement -

ઇન્ટરનેટ પર યુઝર્સની પ્રતિક્રિયાઓનો પૂર
આ વાયરલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @Razanagnostic નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જે લાખો વ્યૂઝ મેળવી રહ્યો છે. આ વીડિયો જોયા પછી લોકો કમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે આટલી મોટી વસ્તુને સામાન્ય પેસેન્જર કોચમાં લઈ જવાનો પ્રયાસ જોખમી છે અને તે નિયમોની વિરુદ્ધ છે, જ્યારે મોટાભાગના લોકો આ ઘટનાને ભારતીય મહિલાની હિંમત અને અનોખા જુગાડનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular