ફુટબોલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના એક નાનકડાં પગલાંથી કોકા-કોલાને ભારે નુકસાન સહન કરવું પડ્યું. હંગેરી વિરૂધ્ધ પોર્ટુગલ ટીમની યુરો 2020ની મેચ પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોનાલ્ડોએ કોકા-કોલાની બોટલ પોતાની સામેથી હટાવી હતી. જે બાદ કોકા-કાલાને 29,300 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એક વૈશ્ર્વિક ખેલાડી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રેસ-કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો અને કહ્યું હતું કે, કોલ્ડ ડ્રિંક નહીં, આપણે પાણી પીવાની ટેવ નાંખવી જોઇએ. ભલે કોકા-કોલા યુરો 2020નાં સ્પોન્સરમાંથી એક છે.
પરંતુ તેમ છતાં રોનાલ્ડોએ આવું કર્યું અને તમામને આની જગ્યાએ પાણી પીવાનો આગ્રહ કર્યો. વૈશ્ર્વિક ફુટબોલ સુપરસ્ટારના આ પ્રકારના સૂચનથી કોકા-કોલા બ્રાન્ડને 4 બિલિયન અમેરિકી ડોલર એટલે કે 29,300 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના બાદ કોકા-કોલાના શેરની કિંમત 56.10થી ઘટીને 55.22 થઇ ગઇ. કોકા-કોલાના શેરમાં 1.6 ટકાનો ઘટાડો થયો. જે બાદ બ્રાન્ડની બજાર કિંમત 42બક્ષ થી 38બક્ષ થઇ ગઇ. રોનાલ્ડોના આ પગલાંથી કોકા-કોલા કંપની વિરુદ્ધ માહોલ બન્યો અને આની અસર કંપનીના શેરોની કિંમત પર પડી.