કહેવાય છે ને કે ‘સપનાની કોઇ ઉમર નથી હોતી’ દરેક વ્યક્તિ સ્વપ્ન જુએ છે અને કયાંકને કયાંક એને પુરા કરવા માટે મહેનત પણ કરે છે. ત્યારે કયારેક નસીબ તેના સપના પુરા કરે છે તો કયારેક નસીબ સાથ નથી આપતું. આવું જ કઇંક ઓડીશાના જય કિશોર પ્રધાન સાથે થયું હતું.
ઓડિશાના જય કિશોર પ્રધાને ડોકટર બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. પરંતુ કિસ્મતે તેમને બેંક કર્મચારી બનાવ્યા પરંતુ 64 વર્ષની વયે તેમણે ફરી પોતાના સ્વપ્નને પુર્ણૂ કરવાનું વિચાર્યુ અને નીટની પરીક્ષા ક્રેક કરી. જય કિશોર એસબીઆઇના ડેપ્યુટી મેનેજર પદથી નિવૃત્ત થયા બાદ પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા મેડીકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે પોતાના દ્રઢ સંકલ્પ અને ઉદેશ્યથી આ યાત્રા શરૂ કરી અને 2020 માં તેમણે નીટની કલીઅર કરીને વીર સુરેન્દ્ર સાંઈ ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રિસર્ચમાં સીટ પણ મેળવી હતી.