જામનગર શહેરના નિલકમલ પાછળ આવેલા હનુમાન ટેકરીમાં રહેતાં પ્રૌઢ તેના ઘર નજીક રેલવે પાટાની બાજુમાં ચાલીને જતાં હતાં તે દરમિયાન ટ્રેન પસાર થતા અથડાતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નિલકમલ પાછળ આવેલી હનુમાનટેકરીમાં દેવનગર વિસ્તારમાં રહેતાં વાલાભાઈ હમીરભાઈ ચાવડા (ઉ.વ.50) નામના પ્રૌઢને છેલ્લાં બે વર્ષથી સાંભળવાની તકલીફ હતી. દરમિયાન ગત તા. 11 ના રોજ સવારના સમયે તેના ઘર પાસે રેલવે પાટાની બાજુમાં ચાલીને જતાં હતાં તે દરમિયાન ટ્રેન પસાર થતા આ ટ્રેનનો અવાજ ન સાંભળતા ટ્રેન સાથે અથડાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું શુક્રવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. મૃતકના પત્ની કારીબેન દ્વારા બનાવની જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.