Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાંથી પોલીસે દારૂના છ દરોડામાં આઠ શખ્સ ઝબ્બે

જામનગર શહેર-જિલ્લામાંથી પોલીસે દારૂના છ દરોડામાં આઠ શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગરના ગુલાબનગર પાણીના ટાંકા પાસેથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.10000 ની ઈંગ્લીશ દારૂની 20 બોટલ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના કિસાન ચોક વિસ્તારમાંથી પસાર થતા બાઈકને આંતરીને તલાલી લેતા બે શખ્સો પાસેથી રૂા.1000ની કિંમતની દારૂની બે બોટલ મળી આવતા આગળની પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર પાણીના ટાંકા પાસેથી પસાર થતા વિરાજ બુધા સુરડિયા નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.10000 ની ઈંગ્લીશ દારૂની 20 બોટલ મળી આવતા પોલીસે વિરાજની ધરપકડ કરી આ દારૂનો જથ્થો જયેશ પટેલે સપ્લાય કર્યો હોવાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના કિશાન ચોકમાંથી જીજે-10-એઝેડ-7108 નંબરની બાઈક પર પસાર થતા બે શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા જયદીપ બાબુ મકવાણા અને રાહુલ અશોક વાઘેલા નામના બે શખ્સો પાસેથી રૂા.1000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલ અને 25 હજારનું બાઇક કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા દારૂની બોટલો જામનગરના ભાવેશ દામા પાસેથી ખરીદયાની કેફિયતના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા દેવીસીંગ ખેમસીંગ ખરવડ નામના શ્રમિક શખ્સને પંચ બી પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા ધરપકડ કરી હતી. ચોથો દરોડો, જામજોધપુરથી મેલાણ તરફ જવાના રસ્તેથી પસાર થતા જુગલ લખમણ હુણ નામના શખ્સની સ્થાનિક પોલીસે તલાસી લેતા રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા ધરપકડ કરી હતી. પાંચમો દરોડો, જામનગરના હાપામાં ચાંદની ચોકમાંથી પસાર થતા ઈરફાન ઈકબાલ રફાઈ નામના શખ્સની તલાસી લેતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવતા પોલીસે અટકાયત કરી હતી. છઠો દરોડો, જામનગર તાલુકાના ઠેબા ચોકડી નજીકથી પસાર થતા રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજાને આંતરીને પંચ બી પોલીસ સ્ટાફે તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા. 2700 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ અને બાર નંગ ચપલા મળી આવતા પોલીસે ઝડપી લીધો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular