Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતો શખ્સ ઝડપાયો

જામનગરમાંથી ક્રિકેટનો જૂગાર રમાડતો શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરના મહાવીરપાર્ક વિસ્તારમાં રહેતાં શખ્સને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે પંજાબ અને હૈદરાબાદની ટીમ વચ્ચે રમાતી 20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર જૂગાર રમાડતો ઝડપી લઈ રૂા.10000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં મહાવીર પાર્ક સોસાયટીમાં રહેતો કૃષ્ણદીપસિંહ રાજપાલસિંહ જાડેજા નામનો શખ્સ જાહેરમાં ભારતમાં રમાતી આઈપીએલમાં પંજાબ અને હૈદરાબાદની ટીમ વચ્ચે રમાતા 20-20 ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં એપ્લીકેશન દ્વારા સોદાઓ કરી હારજીતનો જુગાર રમાડતા ઝડપી લઇ તેની પાસેથી રૂા.10000 ની કિંમતનો મોબાઇલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular