Friday, April 19, 2024
Homeરાજ્યજામનગર18 થી 45 વર્ષના વયજૂથના રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન અને એપોઇન્મેંટ ફરજીયાત

18 થી 45 વર્ષના વયજૂથના રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન અને એપોઇન્મેંટ ફરજીયાત

- Advertisement -

સમગ્ર દેશમાં કોવિડ-૧૯ રોગનું સંક્રમણ અટકાવવાના હેતુસર રસીકરણની કામગીરી ચાલી રહી છે. ૧૮થી ૪૫ વર્ષના વયજૂથના નાગરિકોના કોવિડ વેક્સીનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૧થી પ્રારંભ થયેલ છે. વેક્સીન મેળવવા માટે નાગરિકો SELFREGISTRATION.COWIN.GOV.IN  પર જઇ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

- Advertisement -

૪૫ વર્ષથી ઉપરની વય ધરાવતા નાગરિકો માટે રસીનો જથ્થો ભારત સરકાર દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે. ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથના નાગરિકો માટેની રસી રાજ્ય સરકાર દ્વારા અને ખાનગી હોસ્પિટલ દ્વારા ઉત્પાદક પાસેથી સીધી ખરીદવામાં આવશે.

આ ૧૮ થી ૪૫ વર્ષના વયજૂથના રસીકરણ માટે વેક્સિનનો જથ્થો સરકાર તરફથી પ્રાપ્ત થયા બાદ સરકારની સૂચના અનુસાર વેક્સિનેશન પ્રારંભ કરવામાં આવશે, આ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન તથા એપોઇન્ટમેન્ટ ફરજિયાત છે. સીધા વેક્સિનેશન સાઈટ પર જઈને ઓન સ્પોટ રજીસ્ટ્રેશન થઇ શકશે નહીં. અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલ ૧૮ થી ૪૫ વર્ષના વયજૂથના જ નાગરિકો રસી લઇ શકશે. ૪૫ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોનું રસીકરણ અગાઉ મુજબ ચાલુ રહેશે તેમ ડેપ્યુટી કમિશનર જામનગર મહાનગરપાલિકાની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular