Friday, March 21, 2025
Homeરાજ્યહાલારમીઠાપુર નજીક બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

મીઠાપુર નજીક બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

ત્રણ વ્યક્તિને ઇજા : એકની હાલત ગંભીર :જામનગરની હોસ્પિટલમાં ખસેડાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામના પુલ પાસે રાત્રિના સમયે બે ટ્રક ધડાકાભેર અથડાતા થયેલા અકસ્માતમાં ટ્રકમાં સવાર યુવાનનું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકની હાલત ગંભીર જણાતા જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામના પુલ પાસે ગતરાત્રિના સમયે બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં જઈ રહેલા એક યુવાનનું લોહી લોહાણ હાલતમાં ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે જામનગર ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માતના પગલે નજીકના માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત સ્થળે ટ્રકના કાટમાળને હટાવવા જે.સી.બી.ની મદદ લેવી પડી હતી. આ બનાવ બનતા મીઠાપુર પોલીસે ધટના સ્થળે દોડી જઈને જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular