Sunday, April 27, 2025
Homeરાજ્યજામનગરહાપા ગામમાં યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી

હાપા ગામમાં યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી

માથે બાંધવાની લૂંગી વડે ગળેટૂંપો ખાધો : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ : જી. જી. હોસ્પિટલમાં બીમારી સબબ વૃધ્ધનું મોત: ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ

જામનગર તાલુકાના હાપા ગામમાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્યકારણોસર લુંગી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી. જામનગરની જી જી હોસ્પિટલમાં સારવાર માટે રહેલાં અજાણ્યા વૃદ્ધનું બીમારી સબબ મોત નિપજ્યા બાદ પોલીસે ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના હાપા ગામમાં વેલનાથ સોસાયટીમાં રહેતો અનિલભાઈ ઉર્ફે કાનો અશ્ર્વિનભાઈ સનુરા (ઉ.વ.25) નામના યુવાને મંગળવારે બપોરના સમયે તેના ઘરે પંખાના હૂંકમાં માથે બાંધવાની લૂંગી વડે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઈ રવિ દ્વારા જાણ કરાતા હેકો બી. એચ. લાંબરીયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી ? તે કારણ જાણવા તપાસ આરંભી હતી.

બીજો બનાવ, જામનગરની જી. જી. હોસ્પિટલમાં 60 વર્ષના અજાણ્યા પુરૂષનું બીમારી સબબ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની ગૌરવભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.એન. ગઢવી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular