Saturday, October 12, 2024
Homeરાજ્યદ્વારકાના બાળ કુપોષણ સારવાર કેન્દ્રની અધિકારીઓએ લીધી મુલાકાત

દ્વારકાના બાળ કુપોષણ સારવાર કેન્દ્રની અધિકારીઓએ લીધી મુલાકાત

- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામા કુપોષણને દુર કરવાના ભાગરૂપે નયારા એનર્જીના આર્થિક સહયોગ તેમજ આઈ.આઈ.પી.એચ.જી. અને જે.એસ.આઈ. આર. & ટી.ના સંયુક્ત પ્રયાસથી પ્રોજેક્ટ તુષ્ટિનુ અમલીકરણ કરવામા આવી રહ્યુ છે. જે અંતર્ગત દ્વારકા તાલુકાના સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે બાળ કુપોષણ સારવાર કેન્દ્ર કાર્યરત છે. જેની જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા દ્વારા ખાસ મુલાકાત લેવામા આવી. આ તકે જિલ્લાના સી.ડી.એચ.ઓ., આર.સી.એચ.ઓ., તેમજ તાલુકાના ટી.એચ.ઓ., સી.ડી.પી.ઓ. અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે નયારા એનર્જીના પ્રતિનિધિઓ અને પ્રોજેક્ટ તુષ્ટિની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.
khambhaliya-mulakat1
આ મુલાકાત દરમિયાન જિલ્‍લા વિકાસ અધિકારીએ એ.એમ.ટી.સી. માં આપવામા આવી રહેલી વિવિધ સેવાઓની જાણકારી મેળવી અને લાભાર્થીઓ સાથે ચર્ચા કરી મળતી સુવિધાઓ વિશેના પ્રતિભાવો જાણ્યા હતા. જિલ્‍લા આરોગ્‍ય અધિકારીએ આ યોજનામાં વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળે તે જોવા જણાવ્‍યું હતું તેમજ અધિકારીઓ દ્વારા પ્રોજેક્ટ તુષ્ટિ ટીમની કામગીરીને બિરદાવી, ટીમને પ્રોત્સાહિત કરી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular