Monday, October 7, 2024
Homeરાજ્યખંભાળિયા નાના આસોટા ગામે જૂના મનદુઃખ સંદર્ભે યુવાનની કરપીણ હત્યા

ખંભાળિયા નાના આસોટા ગામે જૂના મનદુઃખ સંદર્ભે યુવાનની કરપીણ હત્યા

- Advertisement -
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે આહિર જ્ઞાતિના એક યુવાનને અગાઉની બોલાચાલીનું મનદુઃખ રાખી, આ જ ગામના રહીશ એવા બે ભાઈઓ દ્વારા બેફામ માર મારવામાં આવતા તેમનું ગંભીર હાલતમાં મૃત્યુ નિપજયું હતું.
આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા નાના આસોટા ગામે રહેતા કરસનભાઈ સગાભાઈ આંબલીયા નામના આશરે 40 વર્ષના યુવાનને આ જ ગામના રહીશ એવા દેવલો ઉર્ફે દેવાણંદ કરસન ખુંટી સાથે થોડા સમય પહેલા કોઈ બાબતે બોલાચાલી થઈ હતી આ બાબતનું મનદુઃખ રાખી, દેવલો ઉર્ફે દેવાણંદ ખુંટી તથા તેનો ભાઈ હકો ઉર્ફે જીવા કરશન ખુંટી ગઈકાલે શુક્રવારે હકા મહારાજના ખેતરની બાજુમાં કામ કરી રહેલા શ્રમિક યુવાન એવા કરસનભાઈ સગાભાઈ આંબલીયા ઉપર ધોકા વડે તૂટી પડયા હતા અને બંને ભાઈઓએ કરસનભાઈને બેફામ માર મારતાં તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં અહીંથી વધુ સારવાર અર્થે થઈ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી ચૌધરી તથા પી.આઈ. જુડાલ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને હત્યાના આ બનાવ સંદર્ભે મૃતકના ભત્રીજા હમીરભાઈ સુમાતભાઈ આંબલીયા (ઉ.વ. 25, રહે. નાના આસોટા) ની ફરિયાદ ઉપરથી મનુષ્ય વધની કલમ 302, સાથે 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, બંને આરોપીઓની ગતરાત્રે જ અટકાયત કરી લીધી હતી.
હત્યાના આ બનાવે નાના એવા આસોટા ગામમાં ભારે ચકચાર જગાવી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular