Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરરાજ્યના 500થી વધુ એનસીસી વિદ્યાર્થીઓએ યોગ પ્રોટોકોલ શિબિરમાં ભાગ લીધો

રાજ્યના 500થી વધુ એનસીસી વિદ્યાર્થીઓએ યોગ પ્રોટોકોલ શિબિરમાં ભાગ લીધો

- Advertisement -

આગામી તા.21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે જામનગરમાં દર અઠવાડિયે વિવિધ જગ્યાઓ પર યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા.13 મે ના રોજ સત્યસાઈ વિદ્યાલય ખાતે આયોજિત શિબિરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 500 થી વધુ એનસીસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

- Advertisement -

આ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડીસ્ટ્રિક કો ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન શુક્લ દ્વારા યોગ અને અલગ અલગ આસનો કરાવવામાં આવ્યા હતા. તેમજ આંખના નંબર ઉતારવા માટે, યાદશક્તિ વધારવા માટેના યોગ, મોબાઈલથી દૂર રહેવા માટે શું કરવું તે અંગે સમજણ અને ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમજ ગઈઈ બટાલિયન ના 9 થી 15 વર્ષ ના કેડેટ્સને તાલીમ શિબિર અંગે સમજણ અને પ્રાણાયામ વિષે સમજૂતી આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular