Monday, June 1, 2026
Homeરાજ્યજામનગરધંધો સરખો ન ચાલતા વેપારી યુવાનની આત્મહત્યા

ધંધો સરખો ન ચાલતા વેપારી યુવાનની આત્મહત્યા

જામનગર શહેરના જલારામ પાર્ક વિસ્તારમાં રહેતાં વેપારી યુવાનનો વ્યવસાય એક મહિનાથી સરખો ચાલતો ન હોવાથી ચિંતામાં તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત પ્રમાણે જામનગર શહેરના જલારામ નગરમાં આવેલા નંદનપાર્ક-2માં રહેતા દિવ્યરાજસિંહ ભૂપતસિંહ ઝાલા (ઉ.વ.32) નામનો વેપારી યુવાનનો વ્યવસાય છેલ્લા એક માસથી સરખો ચાલતો ન હોય ધંધાની ચિંતામાં મનમાં લાગી આવતાં શનિવારે રાત્રિના સમયે તેના ઘરે રૂમની છતમાં પંખામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની સ્વાતિબા ઝાલા દ્વારા જાણ કરાતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને યુવાનને તપાસતા મોત નિપજયાનું જાહેર કરવામાં આવતા એએસઆઇ પી. કે. વાઘેલા તથા સ્ટાફએ બનાવ સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પત્નીના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular