Monday, June 1, 2026
Homeરાજ્યહાલારભંગના ખીજડા ગામે બાઇક સાથે ભેંસ અથડાતા વૃદ્ધનું મોત

ભંગના ખીજડા ગામે બાઇક સાથે ભેંસ અથડાતા વૃદ્ધનું મોત

10 એપ્રિલના રાત્રિના સમયે અકસ્માત : દોઢ મહિનાની સારવાર કારગત ન નિવડી : નહાવા ગયેલા પંજાબના યુવાનનું પડી જવાથી મોત : પોલીસે હાથ ધરી કાર્યવાહી

કાલાવડ તાલુકાના સતિયા અને મોટી નાગાઝર ગામના રોડ પરથી પસાર થતાં બાઇક સાથે ભેંસ અથડાતા અકસ્માતમાં બાઇકચાલક વૃદ્ધનું મોત નિપજયું હતું. જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં આવેલી હોટેલના રૂમના બાથરૂમમાં નહાવા જતાં સમયે પડી જતાં અમૃતસરના યુવાનનું મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના સતિયા ગામમાં રહેતા અને ખેતી કરતાં કરશનભાઇ લાખાભાઈ ઝાપડા (ઉ.વ. 66) નામના ભરવાડ વૃદ્ધ ગત્ તા. 10 એપ્રિલના રાત્રિના નવ વાગ્યાના અરસામાં તેના બાઇક પર ઘરેથી વાડીએ જતા હતા. ત્યારે સતિયા અને મોટી નાગાઝર ગામ વચ્ચેના રોડ ઉપર ભંગના ખીજડા ગામ પાસે પહોંચ્યા તે સમયે અચાનક બાઇક સાથે ભેંસ અથડાતા અકસ્માતમાં વૃદ્ધ બાઇક પરથી પટકાયા હતા. અકસ્માતના કારણે ગંભીર ઇજા પહોંચતા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું દોઢ મહિનાની સારવારના અંતે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર જગદિશભાઇ દ્વારા જાણ કરાતા હે.કેો. એન. કે. છૈયા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ પંજાબના અમૃતસર જિલ્લાના વેરકા ગામનો વતની સૌરવકુમાર દેવેન્દ્રકુમાર (ઉ.વ.34) નામનો યુવાન જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં આવેલી ગ્રેસ હોટલના રૂમ નંબર 11માં રોકાયો હતો. તે દરમ્યાન રવિવારે સાંજના સમયે રૂમના બાથરૂમમાં નહાવા જતાં સમયે અચાનક પડી જતાં બેશુદ્ધ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું રાત્રિના સમયે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે હરજિન્દરસિંઘ દ્વારા જાણ કરાતા હે.કો. એલ. જી. જાડેજા તથા સ્ટાફએ મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular