Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજાંબુડાના પાટિયા પાસેથી બોલેરોમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

જાંબુડાના પાટિયા પાસેથી બોલેરોમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

એલસીબીની ટીમ દ્વારા 816 બોટલ દારૂ અને બોલેરો કબ્જે: મંગાવનાર ત્રણ અને સપ્લાય કરનાર એક શખ્સના નામ ખુલ્યા: સાધના કોલોનીમાંથી 204 બોટલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર તાલુકાના જાંબુડા ગામના પાટિયા નજીકથી એલસીબીની ટીમે બોલેરો પીકઅપ વાનને આંતરીને તલાશી લેતા તેમાંથી રૂા.3,26,400ની કિંમતની 816 બોટલ દારૂ મળી આવતા એક શખ્સની ધરપકડ કરી કુલ રૂા.6.31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગરના સાધના કોલોનીમાં રહેણાંક મકાનની અગાશી પરથી રૂા.1 લાખની કિંમતની 204 દારૂની બોટલો સાથે શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના મોડા ગામની સીમમાં ખેતરની ઓરડીમાંથી 83 બોટલ દારૂ મળી આવતા શખ્સની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના જાંબુડા ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલી બોલેરો વાન પસાર થવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, યશપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમ્યાન બાતમી મુજબની જીજે10વાય 5374 નંબરની બોલેરો પીકઅપવાન પસાર થતા એલસીબીની ટીમે આંતરીને તલાશી લેતા તેમાંથી રૂા.3,26,400ની કિંમતની ઇંગ્લીશ દારૂની 816 બોટલ મળી આવતા એલસીબીએ જામનગરના સુનીલ કરશન ભાટિયા નામના શખ્સની ધરપકડ કરી પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન અને 3 લાખની કિંમતનું બોલેરો પીકઅપ વાન મળી કુલ રૂા.6,31,400 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જામનગરના અશોક ઉર્ફે મીર્ચી મંગે, મયુર કરશન ભાટિયા, લાખા ઉર્ફે લાખો દલુ ગઢવી નામના ત્રણ શખ્સોએ મંગાવ્યો હતો. દારૂનો જથ્થો જોડિયા તાલુકાના પીઠડ ગામના ક્રિપાલસિંહ જાડેજા દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હોવાની કેફિયત આપતા એલસીબીની ટીમે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બીજો દરોડો જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં દારૂનો જથ્થો હોવાની પો.કો. રવિ શર્મા, ખોડુભા જાડેજા તથા વિજય કાનાણીને મળેલી બાતમીના આધારે પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર સહિતના સ્ટાફે સાધના કોલોની એમ-11 અને રૂમ નં.2643 માં રહેતા પુનીત ઉર્ફે પુન્યો બાડો, બીપીન દાણીધર નામના શખ્સને મકાનની અગાશીમાં રાખેલી રૂા.1,02,000 ની કિંમતની 204 બોટલ દારૂ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં ગીરીરાજસિંહ જાડેજાની સંડોવણી ખૂલતા પોલીસે તેની શોધખોળ આરંભી હતી.

ત્રીજો દરોડો જામનગર તાલુકાના મોડા ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં પીએસઆઇ જે.પી. સોઢા તથા સ્ટાફે રેઇડ દરમ્યાન તલાશી લેતા રૂા.41,500 ની કિંમતની 83 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી જયરાજસિંહ અનોપસિંહ જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular