Thursday, July 10, 2025
Homeરાજ્યહાલારહાલાર પંથકમાં મેઘરાજાની અવિરત સવારી

હાલાર પંથકમાં મેઘરાજાની અવિરત સવારી

દ્વારકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો : જામનગર શહેર-જિલ્લામાં સામાન્ય વરસાદી ઝાપટા

જામનગર સહિત હાલાર પંથકમાં ગઇકાલથી મેઘરાજાની અવિરત હળવી સવારી જોવા મળી હતી. જામનગરમાં આજે પુરા થતાં 24 કલાકમાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું. તેમજ ગઇકાલે જામજોધપુર અને લાલપુરમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જે દ્વારકા જિલ્લામાં પણ અઢી ઇંચ સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહયું છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે ગઇકાલે સવારે પૂરા થતાં 24 કલાક દરમ્યાન જામનગરના તમામ તાલુકામાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. જેમાં જામજોધપુર તાલુકામાં 10 મીમી, લાલપુર તાલુકામાં 13 મીમી તથા જામનગર, જોડિયા, ધ્રોલ અને કાલાવડમાં સામાન્ય વરસાદી ઝાપટા વરસ્યા હતા. આજે સવારે જામનગર શહેરમાં 10મીમી પાણી વરસ્યું હતું. વરસાદી ઝાપટાના પરિણામે માર્ગો પર પાણી ફરી વળ્યાં હૃતા. આજે સવારથી જ જામનગર શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સપ્તાહ દરમિયાન મેઘરાજાની બેટિંગ અવિરત રીતે જારી રહી હતી. જેમાં બે દિવસમાં દ્વારકામાં સાડા પાંચ ઈંચ (67 મી.મી.), ખંભાળિયામાં એક ઈંચ (21 મી.મી.), કલ્યાણપુરમાં પોણા બે ઈંચ (42 મી.મી.) અને ભાણવડ તાલુકામાં દોઢ ઈંચ (38 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો છે.

- Advertisement -

શનિવારે દ્વારકામાં અઢી ઈંચ સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર વરસાદ ગઈકાલે રવિવારે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આજે સોમવારે પણ સવારથી વરસાદી વાદળોની જમાવટ વચ્ચે ઠેર ઠેર હળવા ઝાપટા વરસ્યા હતા. જિલ્લામાં મહદ અંશે વરસી રહેલા આ માફકસર વરસાદથી ખાસ કરીને ધરતીપુત્રો ખુશાલ છે. નદી, ચેકડેમોમાં નવા નીર આવ્યા છે. ત્યારે ખેડૂતો તેમના વાવણી કાર્યમાં જોતરાઈ ગયા છે.
આજે સવાર સુધીમાં કલ્યાણપુર તાલુકામાં કુલ 13 ઈંચ (326 મી.મી.), દ્વારકામાં સવા 8 ઈંચ (205 મી.મી.), ખંભાળિયામાં 5 ઈંચ (153 મી.મી.) અને ભાણવડમાં પોણા પાંચ ઈંચ (141 મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સવા 8 ઈંચ (206 મી.મી.) નોંધાઈ ચૂક્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular