Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયમોદી સરકારે 14 મહિના પછી પરત ખેંચ્યા એ ત્રણ કૃષિ કાયદાઓ વિષે...

મોદી સરકારે 14 મહિના પછી પરત ખેંચ્યા એ ત્રણ કૃષિ કાયદાઓ વિષે જાણો

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને ગુરુનાનક જયંતી અને દેવદિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. અને 14 મહિના બાદ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી છે. આખરે ખેડૂતો સામે સરકાર જુકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી સંસદ સત્રમાં ત્રણે કૃષિ કાયદાઓ પરત ખેંચવામાં આવશે. ત્યારે રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે કૃષિ આંદોલન તાત્કાલિક અસરથી ખતમ નહીં થાય.અમે સંસદની કાર્યવાહીની રાહ જોઈશું. સરકાર MSP સાથે ખેડૂતોના અન્ય મુદ્દા પર પણ ખુલીને વાતચીત કરે.

- Advertisement -

જાણો પ્રધાનમંત્રીએ કયા ત્રણ કૃષિ કાયદા રદ્દ કરવાની જાહેરાત કરી

  1. આવશ્કયક વસ્તુ સંશોધન બીલ (2020)

આ કાયદામાં અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી અને બટાટાને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાંથી દૂર કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. એવું માનવામાં આવતું હતું કે આ કાયદાની જોગવાઈઓને કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળશે, કારણ કે બજારમાં સ્પર્ધા થશે. જણાવી દઈએ કે વર્ષ 1955ના આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. આ કાયદાનો મુખ્ય હેતુ સંગ્રહખોરીને રોકવા માટે આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન, પુરવઠા અને ભાવને નિયંત્રિત કરવાનો હતો.

- Advertisement -
  1. કૃષિ પેદાશ વેપાર અને વાણીજ્ય (સંવર્ધન અને સુવિધા) બીલ 2020

આ કાયદા હેઠળ, ખેડૂતો તેમની ઉપજ એપીએમસી એટલે કે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટીની બહાર પણ વેચી શકશે. આ કાયદા હેઠળ કહેવામાં આવ્યું હતું કે દેશમાં એવી ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે, જ્યાં ખેડૂતો અને વેપારીઓને બજારની બહાર પાક વેચવાની સ્વતંત્રતા હશે. જોગવાઈ હેઠળ, રાજ્યની અંદર અને બે રાજ્યો વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવાનું કહેવામાં આવ્યું હતું. ઉપરાંત, માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટેશન પર ખર્ચ ઘટાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નવા કાયદા અનુસાર, ખેડૂતો અથવા તેમના ખરીદદારોએ મંડીઓને કોઈ ફી પણ ચૂકવવાની રહેશે નહીં.

  1. ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવખાતરી કરાર અને કૃષિ સેવાઓ પર કરાર બિલ 2020

આ કાયદાનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના પાકની નિશ્ચિત કિંમત મળે તે હતો. આ અંતર્ગત ખેડૂત પાક ઉગાડતા પહેલા જ વેપારી સાથે કરાર કરી શકે છે. આ કરારમાં પાકની કિંમત, પાકની ગુણવત્તા, જથ્થા અને ખાતરનો ઉપયોગ વગેરેનો સમાવેશ કરવાનો હતો. કાયદા અનુસાર, ખેડૂતે પાકની ડિલિવરી સમયે બે તૃતીયાંશ રકમ અને બાકીની રકમ 30 દિવસમાં ચૂકવવી પડશે. આમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી હતી કે ખેતરમાંથી પાક ઉપાડવાની જવાબદારી વેપારીની રહેશે. જો કોઈ એક પક્ષ કરારનો ભંગ કરે છે, તો તેને દંડ કરવામાં આવશે. જો કોઈ એક પક્ષ કરારનો ભંગ કરે છે, તો તેને દંડ કરવામાં આવશે. જો કોઈ એક પક્ષ કરારનો ભંગ કરે છે, તો તેને દંડ કરવામાં આવશે.

- Advertisement -

17 સપ્ટેમ્બર, 2020ના રોજ લોકસભામાં ત્રણ નવા કૃષિ કાયદાઓને મંજૂરી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ 27 સપ્ટેમ્બરે ત્રણ કાયદાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા.ત્યારથી ખેડૂતોના સંગઠનો દ્વારા કૃષિ કાયદા સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular