વિટામીન ડી એ ઘણા બધા વિટામિન્સમાંથી એક છે. જેની તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂર છે.તે તમારા લોહી અને હાડકામાં કેલ્શિયમનું સંતુલન જાળવવામાં અને હાડકાના નિર્માણ અને જાળણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શરીરમાં હાડકાના વિકાસ અને તેમના સ્વાસ્થ્ય માટેે વિટામીન ડી ની જરૂર છે જો ત્વચાને પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી. અથવા તમને કોઇ તબીબી સમસ્યા છે જે તમારા શરીરની તેને શોષવાની ક્ષમતા ઘટાડે છે. અથવા જો તમે તેને તમારા આહારમાં પૂરતી માત્રામાં ન લો તો તમારા શરીરમાં વિટામીન ડી ની ઉણપનું જોખમ વધી શકે છે.

પુખ્ત વયના લોકોમાં વિટામીન ડી ની ઉણપ ઘણીવાર શોધી શકાતી નથી. જો કે, કેટલાક લક્ષણો તેને ઉણપ સૂચવી શકે છે. આમા ચાક, હાડકામાં દુ:ખાવો સ્નાયુઓની નબળાઇ, સ્નાયુઓમાં દુ:ખાવો અથવા ખેંચાણ, મુડમાં ફેરફાર જેમ કે હતાશા જેવા લક્ષણો વિટામીન ડી ની ઉણપ સૂચવે છે. જયારે બાળકોમાં આની ઉણપ રિફેટસનું કારણ બની શકે છે. રિકેટસને કારણે બાળકોના હાડકા વાંકા કે વાંકી થઇ જાય છે. જેના કારણે તેઓ યોગ્ય વિકાસ કરી શકતા નથી. ત્યારે સ્નાયુઓની નબળાઇ અને હાડકામાં દુ:ખાવો પણ તેના લક્ષણો છે. શરીરમાં સૂર્યપ્રકાશથી વિટામીન ડી ઉત્પન્ન થાય છે. તમારી ત્વચા પર સૂર્યપ્રકાશનો સંપર્ક શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ ઉપરાંત પોષક તત્વો અને પુરક તત્વોથી ભરપુર સારા આહર દ્વારા વિટામીન ડીની ઉણપને દૂર કરી શકાય છે.