Sunday, April 27, 2025
Homeસ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફીWPL 2025 ફાઈનલ: મુંબઈ ઈન્ડિયન્સે 8 રનથી વિજય મેળવી બીજી વાર ચેમ્પિયન...

WPL 2025 ફાઈનલ: મુંબઈ ઈન્ડિયન્સે 8 રનથી વિજય મેળવી બીજી વાર ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો!

મુંબઈ ઈન્ડિયન્સે ફરી એકવાર મહિલા પ્રીમિયર લીગ (WPL) 2025 નો ખિતાબ જીતી લીધો છે. ફાઈનલ મુકાબલામાં મજબૂત પ્રદર્શન કરતાં મુંબઈએ દિલ્હી કેપિટલ્સને 8 રનથી પરાજય આપ્યો અને બીજી વાર ચેમ્પિયન બની. આ જીત સાથે મુંબઈએ અનેક રેકોર્ડ બનાવ્યા અને WPL ના ઇતિહાસમાં એક નવી સિદ્ધિ મેળવી.

- Advertisement -

ફાઈનલ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરી 149/7 નો સ્કોર ખડકાવ્યો. કપ્તાન હરમનપ્રીત કૌરએ 44 બોલમાં 66 રનની શાનદાર ઈનિંગ રમી, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા શામેલ હતા. નટ સાયવર-બ્રન્ટે 30 રનનો યોગદાન આપ્યો.

જવાબમાં, દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 141/9 નો સ્કોર જોડી શકી અને 8 રનથી હારી ગઈ. દિલ્હી માટે મેરિઝાન કપ્પે 40 રન બનાવ્યા, જ્યારે જેમિમા રૉડ્રિગ્સે 30 રનની પારી રમી. નિકી પ્રસાદે નોટઆઉટ 25 રન બનાવ્યા હતા.

ઐતિહાસિક સિદ્ધિઓ:

  • મુંબઈ ઈન્ડિયન્સ હવે એક જ મેદાન પર સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની છે. તેણે બ્રેબોર્ન સ્ટેડિયમમાં 7 મેચ જીત્યા છે, જ્યારે દિલ્હી કેપિટલ્સે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 6 જીત મેળવી છે.
  • આ જીત સાથે મુંબઈએ WPLમાં પોતાનું દબદબું જાળવી રાખ્યું અને ફરી એકવાર પોતાની શક્તિ સાબિત કરી.
- Advertisement -

મુખ્ય ખેલાડીઓ:

મુંબઈ ઈન્ડિયન્સ:

  • હરમનપ્રીત કૌર (66 રન, 44 બોલ)
  • નટ સાયવરબ્રન્ટ (30 રન, 4 ચોગ્ગા)
  • નટ સાયવરબ્રન્ટ (3 વિકેટ, 30 રન)
  • એમેલિયા કર (2 વિકેટ)
- Advertisement -

દિલ્હી કેપિટલ્સ:

  • મેરિઝાન કપ્પ (40 રન)
  • જેમિમા રૉડ્રિગ્સ (30 રન)
  • નિકી પ્રસાદ (25* રન)

ફાઈનલ માટેની પ્લેઇંગ 11:

મુંબઈ ઈન્ડિયન્સ: યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યુઝ, નટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કપ્તાન), સજીવન સજાના, એમેલિયા કર, અમનજોત કૌર, જી કમાલિની, સંસ્કૃતિ ગુપ્તા, શબ્નિમ ઈસ્માઈલ, સૈકા ઇશાક.

દિલ્હી કેપિટલ્સ: મેગ લેન્નિંગ (કપ્તાન), શફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, એન્નાબેલ સુધર્લેન્ડ, મેરિઝાન કપ્પ, જેસ જોનાસેન, સારા બ્રાઈસ (વિકેટકીપર), નિકી પ્રસાદ, મિનુ મણી, શિખા પાંડે, નલપુરેડ્ડી ચરાની.

મુંબઈ ઈન્ડિયન્સ માટે આ જીત ઐતિહાસિક રહી અને WPL 2025 ની ચેમ્પિયન બની ફરી એકવાર પોતાના પ્રભાવશાળી પ્રદર્શનને સાબિત કર્યું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular