રિલાયન્સ જિયોએ એલોન મસ્કની સ્ટારલિંક સાથે સોદો કયોૈ છે. જ્યારે એરટેલે એલોન મસ્કના સ્પેસ એક્સ સાથે સોદો જાહેર કર્યો હતો. સ્ટારલિંકમાં હજારો લો-અર્થ ઓર્બિટ ઉ5ગ્રહોનો સમાવેશ થાય છે. જે પૃથ્વીથી લગભગ 550 કિ.મી. ઉપર સ્થિત છે. જે લેસર લિકસની મદદથી એકબીજા સાથે જોડાય છે અને ઝડપથી ડેટા ટ્રાન્સમીટ કરે છે.

રિલાયન્સ જિઓએ એલોન મસ્કને સ્પેસ એક્સ સાથે ભાગીદારી કરી છે. ત્યારબાદ સ્ટારલિંક સેવા ભારતમાં લાવવામાં આવશે. સ્ટારલિંક એક સેટેલાઇટ આધારીત ઇન્ટરનેટ સેવા પ્રદાતા છે.જે લાંબા સમયથી ભારતમાં તેની સેવા શરુ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે રિલાયન્સે કહ્યું કે, કંપની સ્ટારલિંકના ઉપકરણો, હાર્ડવેર અને ઇન્સ્ટોલેશનમાં મદદ કરશે. આ માટે તમે જીઓ પ્લેટફોર્મની મદદ લઇ શકો છો. જે રિટેલ અને ઓનલાઇન સ્ટોર્સના રુપમાં ઉપલબ્ધ હશે.
સ્ટારલિંક એક સેટેલાઇટ આધારીત હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવા છે. જેને એલોન મસ્કની કંપની સ્ટોસ એક્સ દ્વારા જ વિકસાવવામાં આવે છે. જેના માટે મોબાઇલ ટાવર લગાવવાની જરુર નથી. જ્યારે રિલાયન્સ જિઓ ગ્રુપના સીઇઓ મેથ્યુઓમેને જણાવ્યું હતું કે, દરેક ભારતીયને સસ્તા અને હાઇસ્પીડ બ્રોડબેન્ડની સુવિધા મળે તે જિયોની પ્રાથમિકતા છે. સ્ટારલિંકને ભારતમાં લાવવા માટે સ્પેસ એકસ સાથેનો અમારો સહયોગ અમારી પ્રતિબધ્ધતાને વધુ મજબૂત બનાવે છે અને બધા માટે સીમલેસ બ્રોડબેન્ડ કનેટિકવીટી તરફ એક મુખ્ય પગલું છે. જીઓના બ્રોડબેન્ડ ઇકો સિસ્ટમમાં સ્ટારલીંક સાથે અમે અમારી પહોંચને વિસ્તૃત કરી રહ્યા છીએ અને આ એઆઇ સંચાલિત યુગમાં હાઇસ્પીડ બ્રોડબેન્ડની વિશ્ર્વસનિયતા અને સુલભતા વધારી રહ્યાં છીએ.
જ્યારે સ્પેસએક્સે પણ જિયો અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારતની કનેક્ટિવટીને આગળ વધારવા બદલ અમે જિયોની પ્રશંસા કરીએ છીએ. પ્રમુખ અને ચીફ ઓપરેટીંગ ઓફીસર ગ્વિન શોટવેલે તેમને એમ પણ કહ્યું હતું કે, જીઓ સાથે કામ કરવા ભારત સરકાર પાસેથી મંજૂરી મેળવવા અને ભારતીય ગ્રાહકો અને વ્યવસાયોને સ્ટારલિંકની હાઇસ્પીડ ઇન્ટનેટ સેવાઓની એકસેસ પ્રદાન કરવા આતુર છીએ.
જો આપણે સ્ટારલીંકની કાર્યપધ્ધતિ પર નજર કરીએ તો તે ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવીટીમાં સુધારો કરી શકે છે. તેના ફાયદા ગ્રામીણ અને દુરના વિસ્તારોમાં જોવા મળશે. ભારતમાં હજૂ પણ ઘણા ગામડાંઓ અને પહાડી વિસ્તારો છે. જ્યાં ફાઇબર ઇન્ટરનેટ પહોચ્યું નથી. આવી સ્થિતિમાં તેઓ સ્ટારલીંકનો લાભ મેળવી શકે છે. જેનાથી દૂરના વિસ્તારોમાં આવેલી શાળાઓ અને હોસ્પિટલોને આનો ઘણો ફાયદો થશે.