આ વર્ષ ઉનાળાની ધોમધખતી શરૂઆત થઈ ચૂકી છે. ઉનાળાની સવાર તમને તાજગી પ્રદાન કરે છે .તો વળી ઉનાળાની બપોર તેમને થકવી દે છે. ઉનાળામાં માનવ જીવન એકદમ શાંત થઈ જાય છે. ત્યારે આ કાળજાળ ગરમીથી બચવા લોકો શરીરને ઠંડક પ્રદાન કરે તેવા આહારનું સેવન કરતા જોવા મળે છે. ત્યારે ઉનાળામાં વરિયાળીનું સેવન ખૂબ ફાયદકારક છે. આયુર્વેદિક દુનિયામાં અમન ચુડાસમા આપણને ઉનાળામાં વરિયાળીના પાણી પીવાના અદભુત ફાયદા જણાવે છે.

આંખ માટે અસરકારક : વરિયાળીના કારણે આંખોનું વિઝન સારું થાય છે. જો તમે રોજ વરિયાળીનું પાણી પીવો તો આંખો તંદુરસ્ત રહે છે અને ઈન્ફેકશન લાગતું નથી.
યાદશકિત વધારે : યાદશકિત વધારવા માટે પણ વરિયાળીનું સેવન લાભદાયક રહે છે તે માટે વરિયાળી અને સાકરનું પાણી પીવું જોઇએ.
ઉધરસમાં રાહત આપે : ઉધરસ વધી જાશય તો લવીંગ સાથે વરિયાળીનું સેવન કરવું ફાયદાકારક રહે છે. વરિયાળીના રસનું મધ સાથે સેવન કે વરિયાળીનો ઉકાળો ઉધરસ દૂર કરે છે.
પેટની સમસ્યાથી છૂટકારો: ઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી પેટ અને શરીર ઠંડુ રહે છે. પેટની બિમારીઓમાંથી છૂટકારો મળે છે. કબજિયાત અને પેટના દુખાવાથી રાહત મેળવવા પણ લોકો વરિયાળીનું પાણી પીવે છે.
કબજિયાત દૂર કરે છે: વરિયાળીમાં ફાઈબર ખૂબ હોય છે. જેનાથી પાચન સારું થાય છે. જેનાથી કબજિયાત, ગેસ, એસિડીટી દૂર થાય છે. પેટ સારી રીતે સાફ થાય છે અને લીવર સ્વસ્થ રહે છે.
આમ વરિયાળીમાંથી વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેગનીઝ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આર્યન, વિટામિન બી 3 જેવા ન્યુટ્રીઅન્સ મળી રહે છે.
(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)