Friday, March 21, 2025
Homeરાષ્ટ્રીયટેકનોલોજીનો સાચો ઉપયોગ : અમેરિકા બેઠેલા મકાન માલિકે ઘરમાં ઘુસેલા ચોરને પકડાવ્યા

ટેકનોલોજીનો સાચો ઉપયોગ : અમેરિકા બેઠેલા મકાન માલિકે ઘરમાં ઘુસેલા ચોરને પકડાવ્યા

ટેકનોલોજીનો વિસ્તાર વધતો જાય છે. ત્યારે આજની પેઢી ટેકનીકલ ઉપકરણોનો વધુ ઉપયોગ કરતો જોવા મળી રહી છે. ત્યારે ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરતી એક ઘટના તાજેતરમાં સામે આવ્યો હતો. જેમાં અમેરીકામાં બેઠેલા મકાન માલિકે તેના ઘરમાં ઘુસતા ચોરોને પકડાવ્યા હતા.

- Advertisement -

મધ્યપ્રદેશના સતાનામાં ટેકનોલજીના યોગ્ય ઉપયોગથી એક મોટી ચોરી નિષ્ફળ ગઇ. અમેરીકામાં સાત સમુદ્ર પર બેઠેલા ઘર માલિક આરબી નામદેવે સીસીટીવી દ્વારા ચોરોને તેમના ખાલી ઘરમાં ઘુસતા જોયા અને તરત તેમના પુત્રને જાણ કરી આ ઘટના તા. 1 માર્ચની રાત્રે 2 વાગ્યે સતનાના ભરકતનગર વિસ્તારની હરીપુરમ કોલોનીમાં બની હતી. જ્યારે ત્રણ અજાણ્યા ચોર ચોરીના ઇરાદે ઘરમાં ઘુસી રહ્યા હતાં. આર.બી. નામદેવ તે સમયે અમેરીકામાં તેની પુત્રીના ઘરે હતા. જ્યાં બપોરના 1 વાગ્યા હતાં. સતનામા સવારે 2 વાગ્યે તેણે સીસીટીવીમાં ત્રણ શંકાસ્પદોને તેના ઘરમાં પ્રવેશતા જોયા તેમણે તરત જ કાનપુરમાં રહેતા તેમના પુત્ર અરુણને ફોન કર્યો. અરુણે તરત જ પાડોશી એમ.કે. શ્રીવાસ્તવને જાણ કરી પાડોશી તરીકે ફરજ બજાવતા શ્રીવાસ્તવે એલાર્મ વગાડયો અને ચોરોને ભાગી જવા મજબૂર કર્યા અને ચોરોનો પ્રયાસ નિષ્ફળ ગયો.

આ ઘટનાથી ટેકનોલોજીનો સાચો વપરાશ ધ્યાનમાં આવે છે કે, કઇ રીતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાત સમંદર પાર બેઠેલા લોકો પણ પોતાના ઘર પર ચોરી થતાં અટકાવી શકયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular