ઉનાળાનું નામ લેતા જ સૌપ્રથમ મગજમાં આવે તે શબ્દ એટલે ‘વેકેશન’ આમ તો લોકો ઉનાળાની ગરમીથી ત્રાહિમામ પોકારી જતા હોય છે. પરંતુ ઉનાળો એટલે મામાના ઘરે જવાનો સમય, બાળકોને ટીવી મોબાઇલ જોતા ન રોકવાનો સમય સાંજ પડયે બગીચામાં છોકરાઓના કલબલાટનો સમય છે. ત્યારે આવી ગરમીમાં પણ વેકેશનની મજા માણવા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તતા રાખવી ખૂબ જરૂરી છે. જો તબિયત સારી હશે તો ઘરના તમામ વેકેશનની મજા માણી શકશે. ત્યારે ચાલો જાણીએ ઉનાળાના સુપરફુડસ વિશે. આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા આપણને ઉનાળામાં સેવન કરવા યોગ્ય સુપરફુડસ વિશે જણાવે છે.

તરબુચ: રસદાર ઉનાળુ ફળ તરબુચ સ્વાસ્થય અને સુંદરતા બન્ને માટે ફાયદકારક છે. તે પાચનશકિત મુજબ બનાવે છે. વજન ઘટાડવામાં મદદરૂપ છે. તે ખૂબ પાણીવાળુ ફુટ છે. જે શરીરને પુરતા પ્રમાણમાં પાણી પુરુ પાડે છે. જેથી શરીર હાઈડ્રેટ રહે છે. તરબુચ શરીરની ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે તેમાં એન્ટી ઓકસીડેન્ટ ગુણ છે જે ત્વચાને સુર્યકિરણથી રક્ષા પણ આપે છે.
કાકડી: કાકડીએ પાણી અને ઇલેકટ્રોલાઈટસનો એક સારો સ્ત્રોત છે. કાકડી શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે. હાડકા મજબુત બનાવે, ત્વચા ચમકીલી બનાવે, કબજિયાત જેવી તકલીફ દૂર કરે, ફાઈબર સારું મળતા વજન ઘટાડવામાં ફાયદાકારક, કોલેસ્ટ્રોલ લેવલ જાળવાઈ રહે છે.
નાળિયેર પાણી: નાળિયેર પાણીએ કુદરતી ઇલેકટ્રોલાઈટ પીણુ છે જે શરીરને ડીહાઈડે્રટ થવા દેતું નથી, લુ લાગતી નથી, એનર્જીનો સ્ત્રોત છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ વધારે છે નાળિયેર પાણી એન્ટી વાયરલ અને એનટી બેકટેરીયલ પ્રોપર્ટી છે.
ફુદીનો: કાળઝાળ ગરમીમાં ફુદીનો રામબાણ ઈલાજ છે. જે વિવિધ મિનરલ્સ અને વિટામિનનો સ્ત્રોત છે. તે ગેસની સમસ્યા દૂર કરે છે. ફુદીનો ટેસ્ટમાં પણ બેસ્ટ છે.ત્યારે તેની ચટણી કે પાણી વાપરવામાં ટેસ્ટ પણ આનંદદાયી ખાવે છે. જ્યારે ચા, તેમજ ઉકાળામાં પણ તે વાપરવામાં આવે છે.
દહીં: દહીમાં પ્રોબાયોટીકસ હોય છે જે આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દહીંમાં ઠંડકની અસર હોય છે. જે ગરમીથી બચવામાં મદદરૂપ છે. તેમાં કેલ્શિયમ અને અન્ય જરૂરી પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે.
પાઈનેપલ: પાઇનેપલમાં બ્રોમેલેન નામનું એન્ઝાઈમ હોય છે. જેમાં બળતરા વિરોધી ગુણ હોય છે. વિટામિન સી અને અન્ય એન્ટીઓક્સિડન્ટોનો સારો સ્ત્રોત છે.
લીંબુ: લીંબુમાં સાઈટ્રીક એસિડ હોય છે. જે શરીરેના પીએચને બેલેન્સ રાખવામાં મદદ કરે છે અને શરીરની ગરમીને દૂર કરે છે.
વરિયાળીના બીજ: વરિયાળીના બીજ પણ શરીરને ઠંડી અસર આપે છે. તે શરીરમાં બળતરા ઘટાડે છે. પાચનતંત્ર સારું રાખે છે.
આમ, ઉનાળાની ગરમીમાં આ સુપરફુડનું સેવન કરવાથી સ્વાસ્થ્યની જાળવણી થઈ શકે છે. અને ઉનાળામાં શરીરને ગરમીથી કે લૂ થી બચાવી શકાય છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)