માછીમારે સમુદ્રના ઉંડાણમાંથી એક વિચિત્ર પ્રાણીને પકડયો છે. જેનો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. રોમન ફેડોર્ટસોવને ખાડીમાં માછીમારી કરતી વખત આ વિચિત્ર, ભુરા, ગોળાકાર, દેખાતું પ્રાણી મળ્યું ઈન્ટાગ્રામ પર તેનો એક વીડિયો પોસ્ટ કરીને માછીમારે તેને સ્મુધ લમ્પસકર તરીકે ઓળખાવ્યો છે. જે એક પ્રકારની દરિયાઈ રીફિન્ડ માછલી છે જે ઉંડા પાણીમાં રહે છે અને એક ફુટથી વધુ લાંબી થઈ શકે છે.
View this post on Instagram

ઈન્સ્ટાગ્રામ યુઝર્સ આ અનોખા પ્રાણીનો વીડિયો જોઇને રોમાંચિત થઈ ગયા હતાં. ત્યારે કેટલાંક લોકોએ તેને બહારની દુનિયાનો જીવ કહ્યો છે તો કેટલાંક તેને અનોખું દરિયાઈ જીવ કહે છે તો કોઇએ તેને ‘મેગામાઈન્ડ’ કહ્યું છે.
અમા, આ રશિયન માછીમારે લોકોને વિચાારતા કરી દીધાા છે કે, શું આ એલિયન્સ છે ?? શું ખરેખર એલિયન્સ અસ્તિત્વમાં હોય છે…? કે પછી આ કોઇ દરિયાઈ જીવ છે ???