28 ફેબ્રુઆરીના રોજ એક દુર્લભ ખગોળીય ઘટના બનવા જઇ રહી છે. સાતેય ગ્રહો એટલે કે શનિ, બુધ, નેપ્ચ્યુન, શુક્ર, યુરેન્સ, ગુરૂ અને મંગળ આકાશમાં એક સાથે એક સીધી રેખામાં દેખાશે. આ એક ખગોળીય ઘટના છે જેને ગ્રેટ પ્લેનેટરી એલાઈનમેન્ટ કહેવામાં આાવે છે.

સામાન્ય રીતે કેટલાંક ગ્રહો એક જ સમયે સૂર્યની એક જ બાજુ પર હોય છે. પરંતુ બધા જ ગ્રહો એક જ સીધી રેખામાં હોય તે દ્રશ્યો દુર્લભ છે. સામાન્ય રીતે બધા જ બધા ગ્રહો સુર્યની આસપાસ જુદા જુદા વર્તુળોમાં ફરે છે. ગ્રહોની ભ્રમણ કક્ષા અલગ હોવાથી, તેઓ એક સુધી રેખામાં દેખાતા નથી પરંતુ 28 તારીખે શનિ, બુધ, નેપ્ચ્યુન, યુરેનસ, ગુરૂ અને મંગળ બધા ગ્રહો એક સીધી રેખામાં જોવા મળશે.
સાતેય ગ્રહો જોવા માટે તમારે યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે હોવું જરૂરી છે. ગ્રહોના ઉદય અને અસ્તનો સમય અને આકાશમાં તેમની સ્થિતિ તમારા પૃથ્વીના સ્થાન પર આધારિત છે. ઓનલાઈન ટુલ્સનો ઉપયોગ કરીને ચોકકસ સમય અને સ્થાન જાણી શકાય છે. ઝશળય ફક્ષમ ઉફયિં, જયિંહહફશિીળ અને ઝજ્ઞક્ષશલવિં દ્વારા આ અદભૂત દ્રશ્ય જોઇ શકાય છે.