કેનેડાના નવા વડાપ્રધાને તેમના નિવેદન દ્વારા સ્પષ્ટ કહ્યું કે, તેઓ ભારત સાથે વેપાર અને સૌહાર્દપૂર્ણ સંબંધોના પક્ષમાં છે. એક રીતે તેમણે ટુડોને સંદેશ આપ્યો છે કે જો તેઓ વડાપ્રધાન હોત તો તેઓ ભારત સાથે વ્યવસાયિક તકો ઉભી કરવાની તક ગુમાવત નહીં.

કેનેડાની સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ગર્વનર અને વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળવવા જઈ રહેલા માર્ક કાર્નેએ તેમના પુરોગામી જસ્ટિન ટુડોથી વિપરીત, ભારત સાથેના સંબંધો સુધારવાની વાત કરી છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે જો તેમને તક મળશે તો તેઓ ભારત કેનેડા સંબંધો સુધારશે અને તેના પાટા પર પાછા લાવશે.
કેનેડા સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે તેના વેપાર સંબંધોને વૈવિઘ્યકરણ કરવા માગે છે. ‘કોર્નેએ ગયા મંગળવારે શાસક લિબરલ પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા પહેલાં કેલગરીમાં જણાવ્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિના ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર યુદ્ધના દબાણનો સામનો કરી રહેલા માર્ક કાર્નીએ કહ્યું ‘ભારત સાથે સંબંધો ફરીથી બનાવવાની તકો છે. વેપાર સંબંધોમાં સહિયારા મૂલ્યોની ભાવના હોવી જોઇએ જો હું વડાપ્રધાન હોત તો હું આ તક ગુમાવશો નહીં’. માર્ક કાર્નીના આ નિવેદનને ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.