Friday, March 21, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસસાકરટેટીના અદભૂત ફાયદા : જોજો સીઝન પૂરી ના થઈ જાય....

સાકરટેટીના અદભૂત ફાયદા : જોજો સીઝન પૂરી ના થઈ જાય….

ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે આ ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આ છતુમાં અનેક બીમારીઓ થવાનો ભય છે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી તમને બિમાર પાડી શકે છે. ત્યારે ઉનાળાની ઋતુની શરૂઆત થી જ મળતું સીઝનલ ફ્રુટ એટલે સાકરટેટીની વાત કરીએ. સાકરટેટીના અદભુત ફાયદા કેટલા છે તે જાણીએ.

- Advertisement -
  • સ્કિનને હાઈડ્રેઇટ રાખે છે સ્કિન ગ્લોઈંગ બને છે હેર માટે પણ તે એક કુદરતી કંડીશનર છે.
  • એસિડીટીની સમસ્યા માટે રામબાણ ઈલાજ છે.
  • પાચન સંબંધિત સમસ્યામાં ઔષધ સમાન છે. કબજિયાત સમસ્યા દૂર કરી શકે છે.
  • આંખ માટે સક્કર ટેટી ખૂબ ઉપયોગી છે જેમાં બીટા કેરાટીન છે. જે આંખની રોશની માટે હિતકારી છે.
  • તેમાં રહેલું પોટેશિયમ થકાવટને દૂર કરે છે.
  • રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે છે અને અકાળે વૃઘ્ધત્વ આવતું રોકે છે.
  • તેમાં રહેલું ઓક્સિહિન રેનલ પથરી અને કિડની વિકૃતિઓ સામે રક્ષણ આપે છે.
  • જેનું એડિનોસિન લોહીને પાતળુ કરવા મદદ કરે છે. તેથી હૃદયની ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે.
  • ડાયાબિટીસના દર્દીઓએ તેમના ડોકટરની સલાહ લઇને તેનું સેવન કરવું જોઇએ.

આમ, ધોમ ધખતા તાપની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે ઉનાળામાં મળતી સક્કરટેટી સ્વાદમાં પણ મીઠી છે. જ્યારે તેના ગુણમાં પણ મીઠી છે. તો ઋતુ મુજબ મળતા ફળોને આરોગીને સ્વાસ્થ્યની જાળવણી કરી શકાય છે.(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular