Thursday, December 9, 2021
Homeરાજ્યહાલારકાલાવડમાં છ વર્ષ પૂર્વે બનેવીની હત્યા કેસમાં ત્રણ આરોપી સાળાને આજીવન કેદ

કાલાવડમાં છ વર્ષ પૂર્વે બનેવીની હત્યા કેસમાં ત્રણ આરોપી સાળાને આજીવન કેદ

- Advertisement -

કાલાવડના કુંભનાથ પરામાં રહતાં યુવાને ભલસાણ બેરાજાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. આ પ્રેમ લગ્નનો ખાર રાખી મે-2015માં સવારના સમયે બાઇક પર આવેલાં ત્રણ શખ્સોએ યુવાન ઉપર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. આ બનાવમાં અદાલતે મૃતકના ત્રણ સાળાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવાડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા ભરત સુવાભાઇ નાગેશ નામના યુવાને વર્ષ 2015માં ભલસાણ બેરાજામાં રહેતાં ખેંગારભાઇ કરોતરાની પુત્રી નીમુબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. આ પ્રેમ લગ્ન બાદ ખેંગારભાઇ તથા તેના 6 પુત્રો સહિતનાઓ યુવતી અને તેણીના પતિ સાથે બોલતા ન હતાં. દરમ્યાન લગ્નના ત્રણ માસ બાદ દિનેશ મેહુલ તથા વિપુલ ખેંગારભાઇ નામના ત્રણ ભાઇઓ તેની બહેનને જબરજસ્તીથી ભલસાણ બેરાજા લઇ ગયા હતાં અને સમાધાન માટે ભરતભાઇ પાસેથી 11 લાખની માંગણી કરી હતી. પરંતું ભરતે પૈસા આપવાની ના પાડી હતી. દરમ્યાન નીમુબેન ભાગીને તેના પતિના ઘરે આવી ગયા હતાં.

દરમ્યાન 2 મે 2015ના રોજ સવારના સમયે 8:30 વાગ્યના અરસામાં ભરત નાગેશ નામનો યુવાન તેના જીજે.10.ટીયુ.275 નંબરની બાઇક પર કાલાવડના એસટી ટેપો પાસે પેસેન્જર લેવા ગયો ત્યારે તેના ભાઇ લાલજીભાઇ સાથે વાતો કરતો હતો તે દરમ્યા જીજે.03.બીજી.4468 નંબરની બાઇક ઉપર આવેલાં દિનેશ, મેહૂલ અને વિપુલ ખેંગાર નામના ત્રણ શખ્સોએ આવીને ભરતને દિનેશે પકડી રાખ્યો હતો અને વિપુલે તેની પાસે રહેલી છરીના ત્રણ થી ચાર ઘા ઝીંકયા હતાં ત્યારે લાલજીભાઇ અને હકાભાઇ વચ્ચે પડતાં તેના ઉપર પણ ઢીંકા પાટુંનો માર માર્યો હતો. વિપુલે કરેલાં છરીને જીવલેણ ઘા થી લોહી લુહાણ હાલતમાં ભરત ઢળી પડયો હતો અને લોકો એકઠાં થઇ જતાં ત્રણેય શખ્સો બાઇક મુકી નાશી ગયા હતાં. બાદમાં ઘવાયેલા યુવાનને કાલાવડ અને ત્યાંથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

- Advertisement -

આ બનાવમાં મૃતકના ભાઇ લાલજીભાઇ દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પોલીસે મૃતક ભરતના સાળા દિનેશ ખેંગાર, મેહુલ ખેંગાર, વિપુલ ખેંગાર નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ કેસ જામનગરની સેસન્સ અદાલતમાં ચાલી જતાં સરકારી વકિલ મુકેશ કુમાર જાનીની ધારદાર દલીલો અને દસ્તાવેજી પુરાવા તથા સાક્ષીઓ તેમજ તબિબી દસ્તાવેજને ધ્યાનમાં રાખીને ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ આપીસી કલમ 302 અને 120(બી) હેઠળ 1000નો દંડ તેમજ 323 કલમ હેઠળ 1000નો દંડ ફટકારવાનો આદેશ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular