જામનગર તાલુકાના આમરા ગામના વાડી વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાં એલસીબીની ટીમએ દરોડો પાડી જુગાર રમતાં સાત શખ્સોને રૂા. 84,500ની રોકડ અને મોબાઇલ તથા બાઇક સહિત કુલ રૂા. 3 લાખના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રોલ ગામમાં બાવળની ઝાડીઓમાં તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સોની રૂા. 11,200ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા. જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાંથી તીનપતીનો જુગાર રમતા ત્રણ મહિલાને સિટી ‘સી’ ડિવિઝન પોલીસે રૂા. 1300ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર તાલુકાના આમરા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા ચંપક છગન કટેશિયા નામનો શખ્સ તેના ખેતરમાં બહારથી માણસો બોલાવી તીનપતીનો જુગાર રમાડતો હોવાની અરજણભાઇ કોડિયાત્તર, મયુદીનભાઇ સૈયદ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ વાડીમાલિક ચંપક કટેશિયા, સાજણ રણમલ કનારા, કરશન ગગુ ચાવડા, સંજય બાબુ તરાવિયા, વેજાણંદ વીરા આંબલિયા, ધરમશી લખુ કણઝારિયા, વશરામ માવજી સિતાપરા સહિતના સાત શખ્સોને રૂા. 84,500ની રોકડ રકમ અને 22 હજારની કિંમતના 6 નંગ મોબાઇલ તથા બે લાખની કિંમતની ચાર બાઇક મળી કુલ રૂપિયા 3,06,500ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો ધ્રોલ ગામમાં કાચા રસ્તા પર જાહેરમાં તીનપતીનો જુગાર રમતા બાબુ બચુ ગોલતર, વિશાલ મોમ ભુંડિયા, વિજય ખેંગાર પરમાર, મુન્ના ઉર્ફે જીજ્ઞેશ ધ્રાંગિયા નામના ચાર શખ્સોને ધ્રોલ પોલીસે રૂા. 11,200ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો જામનગર શહેરના શંકર ટેકરીના સુભાષપરા-2માં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ મહિલાઓને સિટી ‘સી’ ડિવિઝન પોલીસે રૂા. 1300ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.