Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નંબર 6 માં ભુગર્ભ ગટરના નબળા કામને લઇ કોર્પોરેટર અને કોન્ટ્રાકટર...

વોર્ડ નંબર 6 માં ભુગર્ભ ગટરના નબળા કામને લઇ કોર્પોરેટર અને કોન્ટ્રાકટર વચ્ચે રકઝક

બોરના પાણીમાં ગટરનું પાણી આવતું હોવાની સ્થાનિક મહિલાઓની ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરમાં વોર્ડ નંબર 6 માં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના નબળા કામોને લઇ સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ છે. આ દરમિયાન કોર્પોરેટર દ્વારા સ્થાનિકોની સમસ્યા જાણવા સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. આ દરમિયાન ભુગર્ભ ગટરનું કામ નબળું થતું હોય, કોર્પોરેટર દ્વારા કામ અટકાવવામાં આવતા કોન્ટ્રાટર સ્થળ પર પહોંચી કોર્પોરેટર સાથે રકઝક કરી હતી.

- Advertisement -

જામનગર શહેરના વોર્ડ નંબર 6 માં 42 કરોડના ખર્ચે ભુગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે જેમાં લોટ-પાણી અને લાકડા જેવું કામ થતું હોવાનો કોર્પોરેટર રાહુલ બોડીચા દ્વારા આક્ષેપ કરાયો છે અને આ અંગે અગાઉ કમિશનર સહિતના અધિકારીઓને પણ રજૂઆત કરાઈ હતી તેમજ અહીં પીવાના પાણીમાં ગટરનું પાણી આવતું હોવાની તેમજ બોરના પાણીમાં પણ ગટરનું પાણી આવતું હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ ઉઠી છે. જેને લઇ કોર્પોેટર દ્વારા સ્થાનિકોની સમસ્યા જાણવા સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. આ સ્થળ નિરીક્ષણ દરમિયાન ભૂગર્ભ ગટરનું કામ નબળું થતું હોવાનું કોર્પોરેટરને ધ્યાને આવ્યું હતું. જેને લઇ કોર્પોરેટર રાહુલ બોરીચાએ તાત્કાલિક ભૂગર્ભ ગટરનું કામ અટકાવ્યું હતું. કામ અટકાવતા કોન્ટ્રાકટર સ્થળ પર પહોંચી જઈ કોર્પોરેટર સાથે રકઝક કરી હતી. બનાવના પગલે લોકોના ટોળા એકઠાં થઈ ગાય હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular