Wednesday, September 11, 2024
HomeવિડિઓViral Videoઝડપથી પ્રસિધ્ધ થવાની ઘેલછામાં જીવ ગુમાવ્યો : 160 કિ.મી. ની ઝડપે ચાલતી...

ઝડપથી પ્રસિધ્ધ થવાની ઘેલછામાં જીવ ગુમાવ્યો : 160 કિ.મી. ની ઝડપે ચાલતી કારનો અકસ્માત – VIDEO

- Advertisement -

સોશિયલ મીડિયાનો આ આધુનિક સમયે માણસને ઘેલા કરી દીધા છે. આજની યુવા પેઢી સોશિયલ મીડિયા પર અપડેટ મુકવા માટ જાણે જીવી રહી છે તેવું લાગે છે. પોતાની દિનચર્યા, પોતાના મુડ, પોતાની હિંમતને પોતાના શોખને લોકો સાથે શેર કરવા જાતજાતની પ્રવૃત્તિઓ કરીને ઝડપથી પ્રસિધ્ધ થવાની ઘેલછામાં કયારેક લોકો પોતાનો જીવ દાવ પર લગાવી દે છે ત્યારે એવો જ એક કિસ્સો આપણી સામે આવ્યો છે. જ્યાં 22 થી 27 ને ઉમરના પાંચ યુવાનો અમદાવાદથી મુંબઇ જવા રવાના થયા હતાં ત્યારે ઈન્ટાગ્રામ પર લાઇવ મુકીને લોકોનું ધ્યાન ખેંચવાના ઉદેશથી કારની સ્પીડ વધારીને જાણે મોતને નોતયું હતું.

- Advertisement -

આ વીડિયો વાયરલ થયો છે જેમાં દેખાઈ રહ્યું છે કે ઈન્ટાગ્રામ લાઈવમાં કારમાં પાંચ યુવકો છે જે લાઈવની શરૂઆત કરે છે. ત્યારબાદ એક પછી એક બીજા વાહનોને ઓવરટેક કરે છે. તે દરમિયાન એક યુવક બોલે છે અને કારનો સ્પીડોમીટર તો જુઓ ગાડી આપણી 160 કિ.મી. પ્રતિકલાકની ઝડપે દોડી રહી છે. તેમાંથી એક યુવકે કહ્યું કે, વધુ એક કારને પાછળ કરીએ આ દરમિયાન જ અચાનક અકસ્માત સર્જાયો કોઇનો અવાજ આલોકે અરે જો..જે… એટલામાં તો ધડાકાભેર અવાજ સાથે ખતરનાક અકસ્માત સર્જાયો અને સવત્ર અંધકાર છવાઈ ગયું. આ ઘટના છે 2 મે ના રોજ વહેલીસવારે 3:30 થી 4:30 વચ્ચેની આ ઘટનામાં બે ગુજરાતી અમન અને ચિરાગે જીવ ગુમાવ્યો છે જે બંને અમદાવાદના હતાં. બીજા લોકો પણ ઘાયલ સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ કાર એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular